GADનો ઠરાવ રદ ન થાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરચો અપાશે - Sandesh
  • Home
  • Mehsana
  • GADનો ઠરાવ રદ ન થાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરચો અપાશે

GADનો ઠરાવ રદ ન થાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરચો અપાશે

 | 3:18 am IST

। મહેસાણા ।

રાજય સરકારના વહીવટી વિભાગના એક જ પરિપત્રને કારણે લાયકાત ધરાવતી અનામત વર્ગની મહિલા ઉમેદવારોનાં ભાવિ અંધકાર મય બન્યાં છે. ઓપન કેટેગરી કરતાં વધુ માર્કસ હોવા છતાં પણ પસંદગી યાદીમાંથી તેમની બાદબાકી થઈ ગઈ છે. પોતાને થયેલા અન્યાયના વિરોધમાં બે મહિનાથી ઉપવાસ આંદોલન ચલાવતી ત્રણ મહિલાઓની તબિયત કથળી છે તેમ છતાં પણ આંદોલનકારીઓનો સરકારી સૂત્રોએ સંપર્ક સુધ્ધાં કર્યા ન હોવાથી તેઓ છંછેડાયાં છે. હવે, આ પરિપત્ર રદ ન થાય તો આંદોલન ઉગ્ર બનશે અને ધારાસભ્યો ઉપરાંત વિધાનસભાનો પણ ઘેરાવ કરવામાં આવશે. આ આગેવાનોએ જણાવેલ કે, સત્તાધીશો આવો હઠાગ્રહ ચાલુ રાખશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આ વર્ગા પોતાનો પરચો બતાવી દેશે તે નક્કી જ છે.મહેસાણા શહેરમાં તોરણવાળી માતાના ચોકમાં મળેલી બંધારણીય અનામત આંદોલન સમિતિએ કરેલા આહવાનને પગલે જંગી આક્રોશ સભા યોજાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન