Gadkari on Maharashtra Govt Formation, Predicts End of Sena-NCP-Cong Bonhomie
  • Home
  • Assembly Election
  • મહારાષ્ટ્રમાં ખીચડી સરકાર રચાવવાની તૈયારી ટાણેં જ નીતીન ગડકરીએ મુક્યો મમરો

મહારાષ્ટ્રમાં ખીચડી સરકાર રચાવવાની તૈયારી ટાણેં જ નીતીન ગડકરીએ મુક્યો મમરો

 | 3:53 pm IST

મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ એક સાથે મળીને સરકાર બનાવવા તૈયાર છે. સૌથી મોટી પાર્ટી હોવા છતાંયે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં અસમર્થ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના કદ્દાવર નેતા નીતીન ગડકરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

નીતીન ગડકરીએ કહ્યું છે કે, જો શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બની પણ જાય તો તે વધારે લાંબો સમય સુધી ચાલી શકશે નહીં.

મહારાષ્ટ્રની રાજકીય હલચલ પર નીતીન ગડકરીએ કહ્યું હતું કે, કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વિચારધારાનું અંતર છે. જો તે મળીને સરકાર બનાવી પણ લે તો વધારે આગળ સુધી ખેંચી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ-એનસીપી-શિવસેના ગઠબંધન તકવાદી છે, અસ્થિર સરકાર મહારાષ્ટ્ર માટે સારી નહીં ઠરે.

ઉલ્લેખનીય છે કે, નીતીન ગડકરીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન પર મંજુરીની મહોર લગભગ મારી ચુકી છે. આજે સાંજે ત્રણેય પાર્ટીઓની મહત્વની બેઠક યોજાશે જેમાં ગઠબંધનને લઈને જાહેરાત કરવામાં આવી શકે છે. અગાઉ પણ નીતીન ગડકરીએ કહ્યું હ્તું કે, ક્રિકેટ અને રાજકારણમાં બધુ જ શક્ય છે.

ભાજપ ના બનાવી શકી સરકાર

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે, જેને કુલ 105 બેઠકો મળી છે. પરંતુ ચૂંટણી બાદ શિવસેના સાથે મુખ્યમંત્રી પદને લઈને ખટરાગ સર્જાતા બંને અગલ થયા. જેથી મામલો અટકી પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન