Maharashtra: Nitin Gadkari's Big Statement About Deal With Shiv Sena
  • Home
  • Assembly Election
  • મહારાષ્ટ્ર: અંતિમ ક્ષણોમાં સત્તા માટે જામ્યો જબ્બર ખેલ, ‘સંકટમોચક’ ગડકરીનું મોટું નિવેદન

મહારાષ્ટ્ર: અંતિમ ક્ષણોમાં સત્તા માટે જામ્યો જબ્બર ખેલ, ‘સંકટમોચક’ ગડકરીનું મોટું નિવેદન

 | 3:01 pm IST

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા માટે ડેડલાઇન જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો વધી રહ્યો છે. રાષ્ટ્રપતિ શાસનથી બચવા માટે બીજેપીએ અંતિમ ક્ષણોમાં પ્રયત્નો ઝડપી કરી દીધા છે. જ્યાં એકતરફ સંકટમોચક મનાતા નિતિન ગડકરી મુંબઈ પહોંચ્યા હતા તો શિવસેના અને કૉંગ્રેસ બેઠકોનાં માધ્યમથી મંથન કરવામાં લાગી છે. આ પહેલા શિવસેના નેતા સંજય રાઉત અને એનસીપીનાં નવાબ મલિકે રાષ્ટ્રપતિ શાસનની આશંકા જતાવતા બીજેપી પર પ્રહાર કર્યા હતા.

બીજેપી અને શિવસેનાની વચ્ચે મધ્યસ્થા માટે તૈયાર ગડકરી

શિવસેના નવી સરકારનાં ગઠનને લઇને સીએમ પદ માટે જીદે ચડ્યું છે. શિવસેનાનાં ધારાસભ્ય માતોશ્રીની નજીક એક હોટલમાં રોકાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રનાં સીએમ દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે વાતચીત નથી થઈ શકી. આ દરમિયાન કેન્દ્રિય મંત્રી અને મહારાષ્ટ્રની રાજનીતિ પર મજબૂત પકડ રાખનારા નિતિન ગડકરીએ કહ્યું છે કે જરૂરિયાત પડશે તો તેઓ બીજેપી અને શિવસેનાની વચ્ચે મધ્યસ્થા માટે તૈયાર છે. જો કે ગડકરીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે શિવસેનાની સાથે મુખ્યમંત્રી પદ પર કોઈ વાત નહોતી થઈ. ગડકરીએ કહ્યું કે, અઢી-અઢી વર્ષ સીએમ પદ માટે કોઈ વાયદો નથી થયો અને દેવેન્દ્ર ફડણવીસનાં નેતૃત્વમાં રાજ્યમાં બીજેપીની સરકાર બનશે.

બીજેપી નેતાઓ સાથે ગડકરીની બેઠક

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિતિન ગડકરી મુંબઈમાં બીજેપી નેતાઓની સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં વર્તમાન રાજનીતિની સ્થિતિ અને સરકાર ગઠનની સંભાવનાઓ પર ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શિવસેના ભવનમાં પાર્ટીનાં પ્રમુખ સાંસદ અને પદાધિકારીઓની સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત છે. આ પહેલા ગુરૂવારનાં ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ શિવસેનાનાં ધારાસભ્યોને એક હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે પાર્ટીનાં જિલ્લાઅધ્યક્ષો સાથે કરશે મુલાકાત

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે પાર્ટીનાં જિલ્લાઅધ્યક્ષો સાથે પણ મુલાકાત કરશે. ત્યારબાદ શિવસેના કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે. આ દરમિયાન સંજય રાઉતે મીડિયા સાથે વાતચીતમાં સરકાર ગઠનનાં વિકલ્પ પર કહ્યું કે, “કામ ચાલી રહ્યું છે…પુરજોશમાં ચાલી રહ્યું છે.” બીજી તરફ મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કૉંગ્રેસે શુક્રવારનાં પોતાના ધારાસભ્યો સાથે બેઠક બોલાવી. આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી જ્યારે આ ધારાસભ્યોને જયપુર લઇ જવાની અટકળો ફેલાવવામાં આવી રહી છે.

આ વિડીયો પણ જુઓ: જેતપુરના DY.SP જે.એમ.ભરવાડ રાજકોટ એસીબી સમક્ષ હાજર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન