નાનકડું જાયફળ તિજોરીને છલકાવી દેશે રૂપિયાથી, જાણો શ્રાવણના કયા દિવસે કરવાથી થશે લાભ - Sandesh
  • Home
  • Astrology
  • નાનકડું જાયફળ તિજોરીને છલકાવી દેશે રૂપિયાથી, જાણો શ્રાવણના કયા દિવસે કરવાથી થશે લાભ

નાનકડું જાયફળ તિજોરીને છલકાવી દેશે રૂપિયાથી, જાણો શ્રાવણના કયા દિવસે કરવાથી થશે લાભ

 | 1:57 pm IST

શ્રાવણ માસમાં શિવ સાધના કરવા માટે મનની એકાગ્રતા સૌથી વધુ મહત્વની છે. એરાગ્રતા વિના પરમતત્વની પ્રાપ્તિ અશક્ય છે. મન ચંચળ અને અતિચલયમાન છે. જ્યારે પણ કોઈ કાર્યમાં એકાગ્ર થવાનો પ્રયાસ સાધક કરે ત્યારે મન અનેક વિચારોમાં અટવાઈ અને સાધનામાં અવરોધ ઊભો કરી દે છે. મનનો કારક ચંદ્ર હોય છે. મનની ચંચળતા ચંદ્ર પર આધારિત હોય છે.

ભગવાન શંકરે મનના કારક ચંદ્રમાને જ પોતાના મસ્તક પર સ્થાન આપ્યું છે. જેથી તેમના ભક્ત શિવ સાધના નિર્વિધ્ન રૂપે સંપન્ન કરી શકે. હાલ જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે જાણીએ શિવના મતંગેશ્વર સ્વરૂપ અને માતા માતંગી વિશે. માતા માતંગી દશમહાવિદ્યાના ક્રમમાં નવમાં સ્થાને આવે છે. માતા માતંગી શ્યામવર્ણ અને ચંદ્રમાને મસ્તક પર ધારણ કરે છે. મા માતંગી વૈદિકોની સરસ્વતી છે. માતા માતંગી મતંગ ઋષિની પુત્રી હતી. મતંગ ઋષિ પરમ શિવભક્ત હતા અને દેવી માતંગીએ શિવસાધના કરી શિવના મતંગેશ્વર સ્વરૂપની પ્રાપ્તિ કરી. આ સ્વરૂપ કોઈપણ વ્યક્તિને અઢળક ધનના સ્વામી બનાવી શકે છે. તેના માટે આ એક સરળ ઉપાય કરવાની જરૂર રહેશે.

ઉપાય
શ્રાવણ માસના મંગળવારના દિવસે શિવાલય જઈને શિવલિંગ સાથે શિવ પરિવારનું વિધિપૂર્વક પૂજન કરવું. ચમેલીના તેલનો દીવો કરવો અને ગુગળનો ધૂપ કરવો. પ્રભુને સિંદૂર ચઢાવી અને ગોળનો નૈવેદ્ય લગાવો. લાલ કરેણના ફૂલ અને જાયફળ ચઢાવવું. પૂજા પછી ડાબા હાથમાં જાયફળ રાખવું અને જમણા હાથમાં રુદ્રાક્ષની માળા રાખી નીચે આપેલા મંત્રનો 108 વાર જાપ કરવો. મંત્રજાપ પછી આરતી કરવી અને જાયફળને ઘરે લઈ જવું અને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સફળતા, સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે છે અને હંમેશા તિજોરીને પૈસાથી ભરેલી રાખે છે.

મંત્ર
ૐ હ્રીં એં ભગવતી મતંગેશ્વરી શ્રીં સ્વાહા