gajcomasols-profits-increase-150-20-dividend-announcement-for-members
  • Home
  • Business
  • ગુજકોમાસોલના નફામાં 150 %નો વધારો નોંધાયો, સભ્યો માટે 20 % ડિવિડન્ડની જાહેરાત

ગુજકોમાસોલના નફામાં 150 %નો વધારો નોંધાયો, સભ્યો માટે 20 % ડિવિડન્ડની જાહેરાત

 | 5:33 pm IST

ગુજકોસોમોલાની 57મી સાધારણ સભા અમદાવાદના પંડિત દીનદયાલ હોલ ખાતે યોજવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દિલીપ સંઘાણી પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને બીજા અગ્રણીઓ હાજર રહયા હતા.દિલીપ સંઘાણીએ વાર્ષિક અહેવાલ રજુ કર્યો હતો.આ સભામાં સભ્યો માટે 20 ટકા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી..જે ભારતમાં સૌથી વધુ છે..ખેડૂતો માટે સંસ્થણ સરકાર બને પણ સંઘાણીએ જણાવ્યુ હતું.કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ કહ્યું હતું કે સહકારી ક્ષેત્રે વધુ લોકો જોડાય અને સહકારી ક્ષેત્રે સ્વતંત્ર કાર્યરત રહેવું જોઈએ

મગફળી કાંડમાં ચર્ચામાં આવેલા નાફેડના ચેરમેન વાઘજી બૌડાએ વિવાદિત નિવેદન કરતા પોતાનો બળાપો બહાર કાઢ્યો હતો..બૌડાએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં રાજકારણ વધી રહ્યું છે..સરકાર કોઈનું પણ હોય પરંતુ આ ક્ષેત્ર ગ્રામીણ માટે છે..તેમાં રાજકારણ ના હોવું જોઈએ.ગુજકો બુલેટિન અને વેબસાઈટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું..

ગુજકોમાસોલની સાધારણ સભામાં મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 20 ટકા વાર્ષિક ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી.અત્યાર સુધી મહત્તમ ડિવિડન્ડ 15% સુધી હતું.

ગુજકોમાસોલના નફામાં દોઢસો ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે 5 કરોડનો નોંધાયો હતો નફો. સભામાં 13 કરોડના નફાની કરાઈ જાહેરાત. કર્મચારીઓને 1.5 કરોડ રૂપિયા બોનસ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.