NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Bixby વગર જ ભારતમાં લોન્ચ થશે સેમસંગ ગેલેક્સી S8

Bixby વગર જ ભારતમાં લોન્ચ થશે સેમસંગ ગેલેક્સી S8

 | 6:11 pm IST

સેમસંગે હાલમાં જ પોતાનો ફ્લેગશીપ સ્માર્ટફોન Galaxy s8 અને Galaxy s8+ લોન્ચ કરી દીધો છે. આ બંને સ્માર્ટફોન ઘણી બધી ખુબીઓથી લેસ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષના ગેમ ચેન્જર એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ બનશે. લોન્ચ ઈવેન્ટમાં જ કંપનીએ જાહેરાત કરી હતી કે, આ સ્માર્ટફોનને 19 એપ્રિલે જ દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવશે.

સેમસંગે હવે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, 19 એપ્રિલે બે ફ્લેગશિપે સ્માર્ટફોન ભારતમાં પણ લોન્ચ કરશે. કંપની પોતાનો ફ્લેગશિપ ડિવાઈસ ભારતમાં પાછળથી લોન્ચ કરતી રહી છે, પરંતુ આ વખતે સાઉથ કોરિયાની આ કંપની ભારતમાં એક સાથે આ સ્માર્ટફોન લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે.

સેમસંગે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ઈન્ડિયન યૂઝર્સ 19 એપ્રિલે Galaxy S8 અને Galacy S8 પ્લસને અનબોક્સ કરવાની તૈયાર થઈ જાય.

બુધવારે એટલે 19 એપ્રિલે માત્ર Galaxy S8 અને S8+ જ લોન્ચ થઈ રહ્યાં નથી, તે ઉપરાંત Xiaomi આ દિવસે પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન MI 6 રજૂ કરશે. જોકે, આને શરૂઆતમાં માત્ર ચીનમાં જ લોન્ચ કરવાની ખબર છે, પરંતુ કિંમત અને સ્પેસિફિકેશન રીતે જોઈએ તો આ Galaxy S8ને ભારતીય બજારમાં ટક્કર આપી શકે છે.

સેમસંગ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનને અલગ-અલગ બજારમાં અલગ પ્રોસેસર લોન્ચ કરે છે. આ વખતે પણ સ્પષ્ટ નથી કે, ભારતમાં વેચાનાર Galaxy S8 અને Galaxy S8+માં Snapdragon 835 હશે કે પછી કંપનીનું Exynos 8895 હશે. જોકે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય વેરિએન્ટમાં 3GHz Exynos 8895 પ્રોસેસર હશે.

તે કસ્ટમર્સ માટે એક ખરાબ સમાચાર છે, જે આ સ્માર્ટફોનમાં વોઈસ એસિસ્ટેન્ટ Bixbyની રાહ જોઈ રહ્યાં છે, કેમ કે કંપનીએ કહ્યું છે કે, Bixby મળશે તો ખરો પરંતુ શરૂઆતમાં આને વોઈસ એસિસ્ટેન્ટ આપવામાં આવશે. અપડેટ દ્વારા આમાં વોઈસ એસિસ્ટેન્ટ પાછળથી જોડવામાં આવશે.