ધોરાજીના ભાડેર ગામની સીમમાં જુગારધામ પાટણવાવ પોલીસે ઝડપી લેતા આખા પંથકમાં ફફડાટ મચી ગયો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે પૂર્વ મળેલી બાતમીના આધારે ભાડેર ગામની સીમમાં ઉપસરપંચ રણજીતસિંહની વાડીમાં દરોડા પાડ્યા હતાં. પોલીસ કાફલાને મોડી રાતે દરોડા પાડતા એક રૂમમાં જુગાર રમતા 10 પુરૂષો અને 1 મહિલા સહિત 9 લાખ 54 હજારના મુદ્દામાલ ઝડપ્યો હતો. ઝડપાયેલા માણસોના નામ નીચે પ્રમાણે છે.

jugardham

અમરભાઈ વાઘેલા
વજશી પીઠા વરૂ-ઉપલેટા
દિનેશ બેચર લડકીયા-રાજકોટ
મીનાબેન દિનેશભાઈ-રાજકોટ
કરશન રાણા નંદાણીયા-માંગરોળ
સંજય હીરા ચાવડા-હડમતીયા
નયન વિરૂભાઈ ગાલોરીયા – ઉપલેટા
અમીત નટુભાઈ જોષી-રાજકોટ
ધર્મેશ નરસી ભાલાળા-રાજકોટ
અલ્તાફ ઉંમર ગામેતી-ઉપલેટાવાળા

આ વાડીની બહાર 1 બોલેરો,1 ઈકો કાર અને 3 મોબાઈલ પણ મળ્યાં છે. મળેલા મોબાઈલમાંથી જાણવા મળશે કે હજી કોણ કોણ તેમની સાથે સંડોવાયેલા છે. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી કરશે.