વડોદરામાં ભાજપના તાલુકા મંત્રીની હોટલમાંથી ઝડપાયું જુગારધામ - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરામાં ભાજપના તાલુકા મંત્રીની હોટલમાંથી ઝડપાયું જુગારધામ

વડોદરામાં ભાજપના તાલુકા મંત્રીની હોટલમાંથી ઝડપાયું જુગારધામ

 | 12:21 pm IST

વડોદરામાં ભાજપના નેતાની હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. ભરૂચ તાલુકા મંત્રીની હોટેલમાંથી જુગારધામ ઝડપાયું છે. જુગાર રમતા 17 શખ્સની LCBએ ધરપકડ કરી છે. પાલેજ હાઈવે ઉપર આવેલી કિસ્મત હોટલમાં જુગારધામ ચાલતું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા એલ.સી.બીએ બાતમીના આધારે કરજણ તાલુકાની સાસરોદ ગામની હદમાં પાલેજ, ભરૂચ ખાતે આવેલ હોટલ ઉપરથી જુગારધામ ઝડપી પાડ્યું છે. પાલેજ નેશનલ હાઇવે 48 ઉપર આવેલ કિસ્મત કાઠિયાવાડી હોટલના ઉપરના માળે ચાલતા આ જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી. પોલીસ દ્વારા જુગાર રમતા 17 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં પોલીસે 9 બાઈક 1 રિક્ષા અને મોબાઈલ મળી કુલ 50,7000નો મુદામાલ કબજે કર્યો છે.

તમને જણાવી દઇએ કે, ભરૂચ ભાજપા તાલુકામંત્રી જયેશ સોજીત્રાની હોટલમાંથી જુગાર ધામ ઝડપાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન