ગેઇમ ઝોન : સ્ફૂર્તિની સાથે મગજની ક્ષમતા વધારતી ગેઇમ : વેક્સ ૨ - Sandesh
  • Home
  • Featured
  • ગેઇમ ઝોન : સ્ફૂર્તિની સાથે મગજની ક્ષમતા વધારતી ગેઇમ : વેક્સ ૨

ગેઇમ ઝોન : સ્ફૂર્તિની સાથે મગજની ક્ષમતા વધારતી ગેઇમ : વેક્સ ૨

 | 9:22 pm IST

બાળમિત્રો! તમને ઓનલાઇન ગેઇમ રમવામાં બહુ જ આનંદ આવતો હશે, પરંતુ ક્યારેક એક ને એક ગેઇમ રમીને તમે કંટાળી પણ જતા હશો, ત્યારે અહીં તમારા માટે એક એવી ગેઇમ વિશે વાત કરી રહ્યા છીએ જે તમને કંટાળો નહીં અપાવે, પરંતુ તમારી અંદર સ્ફૂર્તિ પેદા કરશે. આ ગેઇમનું નામ છે વેક્સ ૨. આ ગેઇમમાં તમારે જમ્પ મારી મારીને લેવલ પાર કરવાનાં રહેશે, પરંતુ લેવલ પાર કરતી વખતે તમારે એટલું ધ્યાન રાખવાનું કે સાઇડની દીવાલમાં લાગેલા કાંટા તમને વાગી ન જાય. જો તમને આ કાંટા વાગી ગયા તો ગેઇમમાં તમે મરી જશો.

આ ગેઇમમાં તમને લાઇફની કોઈ મર્યાદા નથી, પરંતુ તમારે જો ગેઇમમાં ગોલ્ડ મેડલ જોઈતો હોય તો તમારે ૨૦ સેકન્ડથી ૩૫ સેકન્ડની અંદર લેવલ પાર કરવાનાં રહેશે. જો તમે ૩૫ સેકન્ડથી વધારે અને ૫૦ સેકન્ડની અંદર લેવલ પાર કરી શકશો તો તમને સિલ્વર મેડલ મળશે અને જો તમે ગેઇમ પાર કરવામાં ૫૦ સેકન્ડથી વધુ સમય લીધો તો તમને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે.

ગેઇમમાં તમારુ કેટલી વખત મૃત્યુ થયું તે ગેઇમની સ્ક્રીનની જમણી બાજુ દેખાતું હશે. તમારે કોશિશ કરવાની રહેશે કે તમે ઓછામાં ઓછા સમયમાં ગેઇમના દરેક લેવલ પાર કરી લો, જેથી તમને ગોલ્ડ મેડલ મળે. સાંભળીને જ મનમાં આ ગેઇમ રમવાની ઇચ્છા થઈ ગઈને? જો તમે પણ આ ગેઇમ રમવા ઇચ્છતા હોવ તો અત્યારે જ લોગિન કરો, એડિક્ટિંગ ગેઇમ્સ ડોટ કોમ ઉપર અને આનંદ લો અનોખી ગેઇમનો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન