ગણપતિ બાપ્પા માટે સોનાના પગની વધતી જતી માગ - Sandesh
  • Home
  • Mumbai
  • ગણપતિ બાપ્પા માટે સોનાના પગની વધતી જતી માગ

ગણપતિ બાપ્પા માટે સોનાના પગની વધતી જતી માગ

 | 1:36 am IST

। મુંબઇ  ।

આગામી સપ્તાહે ગણપતિ બાપ્પાનું આગમન મહારાષ્ટ્રભરના વિવિધ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોમાં થવાનું છે. ગણેશ મંડળો બાપ્પાના આગમન પહેલા ખૂબ જ ઉત્સાહભેર તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. સોના-ચાંદીના પગ ઉપરાંત સાર્વજનિક ગણેશોત્સવ મંડળવતી આશીર્વાદ આપતા બાપ્પાના હાથની પણ આ વર્ષે માગ વધી હોવાનું સુવર્ણકાર નાના વેદકે જણાવ્યું હતું.

મુંબઇના નામાંકિત ગણેશોત્સવ મંડળ ઉપરાંત આ વર્ષે ૨૫ મંડળોએ ચાંદીથી તૈયાર કરેલા અને સોનાની વરખ લગાડેલા ગણેશ પગના ઓર્ડર આપ્યા છે. મૂર્તિની ઉંચાઇ અનુસાર તેમાં બેસાડનારા પગનું માપ લઇને તે તૈયાર કરવામાં આવતા હોય છે, તે અનુસાર જ સોનાના કે ચાંદીના પગની કિંમત નક્કી થતી હોય છે. ગણેશોત્સવ દરમિયાન સરેરાશ ત્રણથી પાંચ કિલોગ્રામ વજનના પગ તૈયાર કરવામાં આવે છે. જેમાં ચાંદીનું વજન વધારે હોય છે અને સોનાની વરખ તેના પર મૂકાય છે. તેમ જ આશીર્વાદ આપતા હાથને તૈયાર કરવા માટે દોઢથી અઢી કિલોગ્રામ ચાંદીનો ઉપયોગ થાય છે. ઘરે લવાતા ગણપતિ માટેના ઘરેણાં ખૂબ જ નાના હોવાથી તે સોનાના જ બનાવવામાં આવે છે. સાર્વજનિક ગણપતિના ઘરેણાં આકારમાં મોટા હોય છે.

પારંપરિક ઘરેણાંની માંગ વધારે હોય છે જેમાં કંઠી, સોનાના પટા, કડા એ ગણેશ મંડળોની પહેલી પસંદ છે. એક ચાંદીની કંઠી તૈયાર કરવા માટે મંડળોએ લગભગ બેથી અઢી લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેમ જ સોના-ચાંદીના ઉંદર, ગદા, કમર પટાની પણ માગણી મંડળો કરતા હોય છે. સોના અને ચાંદીના મોદકની પ્રતિકૃતિની માગ પણ વધી ગઇ છે.

;