ગણપતિ ઉત્સવની કેવી મજા - Sandesh
  • Home
  • Kids Corner
  • ગણપતિ ઉત્સવની કેવી મજા

ગણપતિ ઉત્સવની કેવી મજા

 | 12:08 am IST

મારી કલ્પના  ૩૯૬

ગણપતિનો તહેવાર આવ્યો. અમે બધા વાતો કરવા લાગ્યા કે ગણપતિજીને સ્થાપવામાં આવશે. આ વખતે તો બધાએ નક્કી કર્યું હતું કે મોટી મૂર્તિ લઈ આવીશું. મૂર્તિની સ્થાપના માટે પહેલા પંડાલ બાંધવામાં આવી. આ વખતે એકને બદલે બે પંડાલ બાંધવામાં આવી અને ગણેશજીની મૂર્તિ પણ એકને બદલે બે લાવીને સ્થાપના કરવામાં આવી.

માનુની પોતાની મમ્મી સાથે ગણપતિની નાની મૂર્તિ લેવા ગઈ. મમ્મીએ એને બધી મૂર્તિઓ બતાવીને પૂછયું, બોલ બેટા કઈ મૂર્તિ લઈ જવી છે?

માનુની એ બતાવી એ મૂર્તિ મમ્મી રુચિએ ખરીદી લીધી. બંને ગણપતિની નાની મૂર્તિ ખરીદીને ઘેર આવ્યાં. તો દીકરી માનુનીએ પૂછયું, મમ્મી ગણપતિની મૂર્તિ તો આપણા ઘરના મંદિરમાં છે જ! તો પછી બીજી મૂર્તિ આપણે કેમ લાવ્યા અને કેમ આપણે દરરોજ પૂજા કરીએ છીએ?

મમ્મી મૂર્તિને સરખી ગોઠવી લીધા પછી દીકરીને કહે, બેટા, આ ગણેશજી તો બાધાના છે. આપણે એમને પાંચ દિવસ ઘરમાં રાખીને પુજા કરીશું પછી નદીમાં પધરાવી આવીશું. બધા બાધા કરે અને મૂર્તિ ઘેર લાવે. આ મારું પહેલું વરસ છે. પાંચ દિવસ રાખ્યા પછી આ ગણેશ મૂર્તિનું વિસર્જન થશે. આપણા નજીકનાં તળાવમાં.

માનુની બોલી, બધા લોકો માને છે કે દરેકની ઈચ્છા પૂરી થાય છે. એ સાચી વાત છે?

તો મમ્મી બોલી, તારી કઈ ઈચ્છા છે બેટા? માનુની કહે, મારી તો બધી ઈચ્છા તું જ પૂરી કરી દે છે. તારે જે માગવું હોય એ માગી લે.

મમ્મી બોલ્યા, ઘરમાં સુખ-શાંતિ રહે, તું ભણી-ગણીને કશુંક બની જાય. બસ એ ઈચ્છા છે.

પછી માનુની બોલી સાંજે સ્થાપના કરી પૂજા કરીશું અને સાર્વજનિક ગણપતિ જોવા જઈશું. એવી રીતે આપણે દસ દિવસ સુધી સાર્વજનિક ગણપતિ જોવા નીકળીશું.

મમ્મી કહે, સાર્વજનિક ગણપતિ સાઈઝમાં બહુ જ મોટા હોય છે ખબર છે બેટા. આજે સાર્વજનિક ગણપતિ જોવા નીકળીશું તો બધી જગ્યાએ જઈશું. પછી પાછા ઘેર આવીશું. ગણપતિ ઉત્સવની મજા અનેરી છે. જાણે છે બેટા પબ્લિક પણ રાત્રે જ સાર્વજનિક ગણપતિ જોવા નીકળે છે. રુચિ પંડાલો રંગ-બેરંગી રોશનિઓથી ડેકોરેટ થાય છે. ચાલો એટલા દિવસ બધા આસ્તિક તો બની જાય છે! એટલું કહી મમ્મી ચૂપ થઈ ગઈ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન