Gandeshwar Mahadev Temple in chhattisgarh sirpur
  • Home
  • Astrology
  • આજે પણ થાય છે ચમત્કાર! એક એવું શિવલિંગ જેમાંથી આવે છે તુલસીની સુગંધ

આજે પણ થાય છે ચમત્કાર! એક એવું શિવલિંગ જેમાંથી આવે છે તુલસીની સુગંધ

 | 12:52 pm IST

આપણા પ્રાચીન ગ્રંથો અનુસાર એવા કેટલાયે ઉદાહરણ જોવા મળે છે જેમાં ચમત્કાર થાય છે. આજ સુધી તમે ધરતી પર થયેલા અનેક ચમત્કારો વિશે સાંભળ્યું હશે. એવી અનેક વસ્તુ વિશે સાંભળ્યું હશે જેને જાણીને આશ્ચર્ય થાય. આવી જ એક ઘટના વિશે આજે તમને જાણવા મળશે. તમે ક્યારેય એવા શિવલિંગ વિશે સાંભળ્યું છે કે જેમાંથી તુલસીની સુગંધ આવતી હોય ? જી હાં છત્તીસગઢના સિરપુરમાં ખોદકામ દરમિયાન મળ્યું હતું એક એવું શિવલિંગ જેમાંથી કુદરતી રીતે જ તુલસીની સુગંધ આવે છે.

આ પણ વાંચો: બધાએ જાણવા જેવું, જો રાત્રે 12 વાગ્યે જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ મનાવતા હોય તો ચેતી જજો થશે અશુભ

આ શિવલિંગ દેખાવમાં કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર જેવું જ છે. આ શિવલિંગ 2000 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. સ્થાનિકો આ મહાદેવને ગંધેશ્વર તરીકે પૂજે છે. આ શિવલિંગ સાથે થોડા સિક્કા તેમજ તામ્રપત્ર પણ નીકળ્યા હતા. આ શિવલિંગની ખાસ વાત એ છે કે જ્યારે આ શિવલિંગ જમીનમાંથી નીકળ્યું ત્યારે તેના પર જનોઈ પણ ચડેલી હતી.

આ શિવલિંગમાંથી તુલસીના પત્તાની સુગંધ સતત આવે છે. સ્થાનિકોના મતે આ સુગંધ શિવલિંગના આસપાસના વિસ્તારમાં પણ પ્રસરતી હોય છે. માન્યતા છે કે શિવલિંગના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ શિવલિંગ 4 ફુટ લાંબુ અને 2.5 ફુટની ગોળાઈ ધરાવે છે. આ શિવલિંગનો રંગ પણ સવારથી સાંજ સુધીમાં ચાર વખત બદલે છે. આ અનોખા શિવજીના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી પણ કેટલીક વખત સ્વંય ભગવાન આવીને તેમના ભક્તોને તેની હોવાની પ્રતિતિ કરાવતા હોય છે. આ શિવલિંગ એવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આ વીડિયો જુઓ: જાણો અન્નપૂર્ણા વ્રતની સંપૂર્ણવિધિ વિધાન વિશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન