gandhi-treated-goat-as-mother-netaji-kin-asks-hindus
  • Home
  • Featured
  • ‘જો બકરીનું દૂધ પીએ છીએ તો તેને માતા માનો, હિન્દુઓ તેનું માંસ ન ખાય’

‘જો બકરીનું દૂધ પીએ છીએ તો તેને માતા માનો, હિન્દુઓ તેનું માંસ ન ખાય’

 | 3:40 pm IST

નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્ર અને બીજેપી નેતા ચંદ્ર કુમાર બોસે બીફ (ગૌમાંસ) બેન પર તંજ કસ્યો છે. સીકે બોસે ટ્વિટ કર્યું- જો લોકોને બીફ ખાવા પર મારવામાં આવી રહ્યા છે, તો તેમને બકરી ખાવાનું પણ છોડી દેવું જોઈએ. ગાયને માતા ગણવામાં આવે છે અને તેનું માંસ ખાવામાં આવતું નથી. એટલા માટે બકરી પણ દૂધ આપે છે. ગાંધીજી પણ બકરીનું દૂધ પીતા હતા. એટલા માટે બકરીને માતા ગણી હિન્દૂઓએ તેનું માંસ ખાવાનું છોડી દેવું જોઈએ.

સીકે બોસના આ નિવેદનને ગૌતસ્કરીની શંકામાં થયેલા મોબ લિંચિંગની ઘટનાઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. બોસના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ થઈ રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીના મતે, સીકે બોસે કહ્યું કે, બીજેપી શાસિત રાજ્યોમાં ગોકશીના નામ પર વધી રહેલી મોબ લિંચિંગની ઘટનાઓથી આખો દેશ પરેશાન છે. ગાંધીજી જ્યારે કોલકાતા આવ્યા હતા, ત્યારે તેઓ બાબા શરત ચંદ્ર બોસના વુડબર્ન પાર્ક સ્થિત ઘરે રોકાતા હતા. તેમને પણ બકરીનું દૂધ પીવાની માંગ કરી હતી.

નેતાજીના પ્રપૌત્ર સીકે બોસના આ નિવેદનને લઈને ત્રિપુરાના ગર્વનર તથા રૉયે કડક આપત્તિ જાહેર કરી છે તથા રૉયે ટ્વિટ કર્યું- ગાંધીજીએ પોતાના બાબા (દાદાજી)ને ક્યારેય એવું નથી કહ્યું કે બકરી અમારી માતા છે. આ તમારા નિષ્કર્ષ છે. એટલે કે ગાંધીજીએ ક્યારેય એવું જણાવ્યું નહોતું કે, તે હિન્દુઓના રક્ષક છે. અમે હિન્દૂ ગાયને પોતાની માતા માનીએ છીએ ના કે બકરીને. કૃપા આવું નિવેદન ન આપો.