Gandhidham In A teenager was raped by giving her a job
  • Home
  • Corona live
  • નોકરીની લાલચ રાખતી યુવતીઓ સાવધાન, ગાંધીધામનો આ કિસ્સો વાંચીને તમે જિંદગીમાં કોઈના પર વિશ્વાસ નહીં કરો…

નોકરીની લાલચ રાખતી યુવતીઓ સાવધાન, ગાંધીધામનો આ કિસ્સો વાંચીને તમે જિંદગીમાં કોઈના પર વિશ્વાસ નહીં કરો…

 | 8:18 am IST

શહેરમાં રહેતી અને ધોરણ ૮માં અભ્યાસ કરતી કિશોરીને નોકરી અપાવવાની લાલચ આપીને એક ઈસમે તેણીને મોપેડમાં બેસાડી ભટ્ટનગર નજીક બાવળોની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યા નરાધમે કિશોરીને મારઝૂડ કરીને પોતાની સાથે નહીં ચાલે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારબાદ કિશોરી પર બદકામ કર્યું હતું.

ગુરુવારે સવારના ૭ઃ૩૦ થી ૧૦ વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હતો. શહેરમાં રહેતી અને ધોરણ ૮માં અભ્યાસ કરતી કિશોરીની માતાએ આરોપી પ્રવીણકુમાર હેમા તુરી બારોટ, રહે. જૂની સુંદરપુરીએ નોકરી અપાવવાની લાલચ આપી હતી. નોકરી અપાવવાની લાલચ આપીને આજે સવારના બે ત્રણ સ્થળોએ કામ જોવા જવાનું કહ્યું હતું. જેથી કિશોરી અને તેની બહેન બંને એફસીઆઈ કોલોની ગઈ હતી, જેમાં બહેનને નોકરીએ જવાનું હોવાથી કિશોરીએ તેને હોસ્પિટલમાં મૂકી પરત એફસીઆઈ કોલોની આવી ગઈ હતી.

કિશોરી પ્રવીણ પાસે આવતાં આરોપીએ તેની પાસેથી મોપેડની ચાવી લઈ લીધી હતી અને પાછળ બેસી જવાનું કહ્યું હતંુ. કિશોરીને ના પાડતાં આરોપીએ ધમકાવી તેને પાછળ બેસાડી દીધી હતી. જ્યાંથી કિશોરીને ઈફ્કો પાછળ ભટ્ટનગર વિસ્તારમાં આવેલી બાવળોની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં પણ કિશોરીએ સાથે ચાલવાની ના પાડતાં આરોપીએ થપ્પડ મારીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કિશોરી પર બદકામ કર્યું હતું.

ઘટના બાદ કિશોરી મામલતદાર કચેરી પાસે આવી બહેનને જાણ કરી હતી, જેથી મોટી બહેને તેની માતાને જાણ કરતાં સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. ઘટના બાદ મહિલાએ આરોપી પ્રવીણ વિરુદ્ધ પોલીસે મથકે ફોજદારી નોંધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન