NIFTY 9,525.75 +13.50  |  SENSEX 30,658.77 +76.17  |  USD 64.1500 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ગાંધીજીની તસવીરવાળી ચાર ટપાલ ટિકિટ બ્રિટનમાં ૪.૧૪ કરોડમાં વેચાઇ…!

ગાંધીજીની તસવીરવાળી ચાર ટપાલ ટિકિટ બ્રિટનમાં ૪.૧૪ કરોડમાં વેચાઇ…!

 | 1:42 am IST

લંડન – નવી દિલ્હી :

મહાત્મા ગાંધીની તસવીરવાળી ખાસ જોવા મળતી ન હોય એવી ચાર સ્ટેમ્પનો સેટ બ્રિટનમાં ૪.૧૪ કરોડ રૂપિયામાં વેચાયો હતો. આ ટિકિટ વેચનારાનું કહેવું છે કે આ ભારતીય સ્ટેમ્પની અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત ઊપજી છે. આ ટિકિટ ૧૯૪૮માં બહાર પડી હતી.

સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે ટપાલ ટિકિટનો સંગ્રહ કરનારા બ્રિટનના ડીલર સ્ટેનલી ગિબન્સે બુધવારે આ મામલે જાણકારી આપી હતી. તેમના કહેવા પ્રમાણે પર્પલ સેટ પોસ્ટલ સ્ટેમ્પનો સંગ્રહ કરનારા ઓસ્ટ્રેલિયાના એક શખ્સને વેચાય છે. સ્ટેનલીએ જણાવ્યું હતું કે આ સ્ટેમ્પ પર તેની કિંમત ૧૦ રૂપિયા છપાયેલી છે. એક સાથે ૪ સ્ટેમ્પનો આ સેટ ખૂબ જ વિરલ છે.

તેને ૧૯૪૮માં એ વખતેના ગવર્નર જનરલના સચિવાલયના સત્તાવાર ઉપયોગ માટે બહાર પડાયો હતો. પર્પલ બ્રાઉન રંગની આ સિરીઝની ફક્ત ૧૩ જ ટપાલ ટિકિટ અત્યારે જોવા મળે છે. તેના પર અંગ્રેજીમાં ર્સિવસ લખ્યું છે.

સ્ટૈનલીએ જણાવ્યું હતું કે, આ વર્ષે માર્ચ મહિનામાં ચાર આનાની કિંમતવાળી એક ભારતીય ટપાલ ટિકિટ તેમણે ૧.૧૦ લાખ પાઉન્ડ એટલે કે ૯૧.૧૪ લાખ રૂપિયામાં વેચી હતી. એ ટપાલ ટિકિટ પર મહારાણી વિક્ટોરીયાની યુવાવસ્થાની તસ્વીર છે.   અત્યાર સુધીમાં ટિકિટના સૌથી ઊંચા દામ ૬૧.૪૦ કરોડ ઊપજ્યા હતા !

યાદ રહે કે સ્ટેમ્પની અત્યાર સુધીની સૌથી મોંઘી નિલામી ૬૧.૪૦ કરોડ રૂપિયાની થઇ હતી. સ્ટેનલી ગિબ્સનના એક રોકાણકાર કીથ હેંડલને ટાંકીને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષથી બજારમાં ભારતની ઊઁચી ગુણવત્તાવાળી વિરલ ચીજોના સારા દામ ઊપજે છે.

ગયા વર્ષે પણ ઉરૂગ્વેના શખ્સે ગાંધીની ટિકિટ ૧.૩૨ કરોડમાં ખરીદી હતી ! સ્ટેનલી ગિબ્સે ઉરૂગ્વેમાં પોતાના એક ક્લાયન્ટને ગયા વર્ષે એકલા ગાંધીજીની તસ્વીરવાળી ટિકિટ ૧.૩૨ કરોડ રૂપિયામાં વેચી હતી. એ ટિકિટ ઉપર દસ રૂપિયાની કિંમત છાપેલી હતી.

1