Gandhinagar 500-year-old temple is in right leg of Hanumanaji Video
  • Home
  • Featured
  • 500 વર્ષ જૂના આ હનુમાનજીના જમણા પગમાં છે પનોતી, દુ:ખ થાય છે દૂર

500 વર્ષ જૂના આ હનુમાનજીના જમણા પગમાં છે પનોતી, દુ:ખ થાય છે દૂર

 | 9:05 am IST

કળિયુગમાં ભક્તોને તમામ પ્રકારના ભયથી મુક્તિ અપાવે છે હનુમાનજી તેથી જ તો કળિયુગના દેવ તરીકે પવનપુત્રની આરાધના થતી આવી છે. ત્યારે આજે આપને દર્શન કરાવીશુ ગાંધીનગરના માણસા નજીક વિહાર ગામમાં નિર્મિત આવા જ ચમત્કારીક હનુમાન મંદિરના. આ ધામ વિહારીયા હનુમાન તરીકે જાણીતું છે.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિહાર ગામ પાસે, મહેસાણાથી 30 કિલોમીટર, વિસનગરથી 20 કિલોમીટર અને વિજાપુરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આ સ્થાનક નિર્મિત છે.કહેવાય છે કે પવનપુત્રનું આ મંદિર આશરે 500 વષઁ જુનુ છે. આ મંદિરની બન્ને બાજુમાં ટેકરા આવેલા છે. જે રાજાના મહેલના ટેકરા છે. આ મંદિર ઉતર દિશામાં આવેલુ છે.

આમ તો રામભક્ત હનુમાનજીના અસંખ્ય મંદિરો ગુજરાતમાં આવેલાછે પરંતુ આ એક માત્ર ધામની ખાસીયત છે કે અહિં ગર્ભગૃહમાં હનુમાનજીના જમણા પગમાં પનોતી છે. જ્યારે અન્ય મંદિરોમાં હનુમાનજીના ડાબા પગમાં પનોતી હોય છે. કહેવાય છે કે આ સ્થાનકની આસપાસ પ્રાચીન કાળમાં વિરાટનગરી હતી. જો આજે પણ અહિં આસપાસની જમીનમાં ખોદકામ કરવામાં આવે તો પુરાતન નગરીના અવશેષ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન