Gandhinagar Case In Sachin Dixit's bail plea granted
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સચિન દિક્ષીતની જામીન અરજી મંજૂર: જાણો કોર્ટમાં વકીલે શું કરી ધારદાર દલીલ?

સચિન દિક્ષીતની જામીન અરજી મંજૂર: જાણો કોર્ટમાં વકીલે શું કરી ધારદાર દલીલ?

 | 8:32 pm IST
  • Share

  • સચિન દિક્ષીતની જામીન અરજી મંજૂર
  • બાળકને ત્યજી દેવાના કેસમાં જામીન મંજૂર
  • 15000ના બોન્ડ અને શરતોને આધિન જામીન મંજૂર

ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળક ત્યજી દેવા મામલે ગાંધીનગર પોલીસ સાબિત કરી શકી નથી કે સચિન દિક્ષીત દ્વારા જ બાળકનું અપહરણ કરાયું હતું. આવી દલીલ સચિન દિક્ષીતના વકીલે કોર્ટ સમક્ષ કરી હતી. આરોપી પક્ષના વકીલોની દલીલને આધારે કોર્ટ દ્વારા આરોપી સચિન દિક્ષીતના જામીન મંજૂર કરાયા છે. ત્યારે સચિન દિક્ષીતની ગાંધીનગર ખાતે આચરાયેલા ગુનાની સજા પૂરી થયા બાદ હવે વડોદરા ખાતે થયેલી હત્યાના ગુનામાં સજાની શરૂઆત થઈ છે.

ગાંધીનગરના પેથાપુર સ્થિત ગૌશાળામાં બાળકને તરછોડવાના કેસમાં આરોપી સચિન દિક્ષીતના 3 દિવસના રીમાન્ડ પૂરા થતાં આજે સચિનને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં આરોપી પક્ષના વકીલે દલીલ કરી હતી કે સચિન દિક્ષીત સામે આઈપીસી કલમ 317 એટલે તે માતા- પિતા અથવા બાળકની સંભાળ રાખનારી વ્યક્તિ જો બાળકને ત્યજી દે તેમજ આઈપીસી કલમ 363 એટલે કે વાલીપણામાંથી બાળકનું અપહરણ કરવાનો ગુનો દાખલ કરાયો છે, ત્યારે સચિન દિક્ષીત દ્વારા બાળકનું અપહરણ કરાયું છે કે કેમ તે બાબત ગાંધીનગર પોલીસ સાબિત કરી શકી નથી. આવા સંજોગોમાં કોર્ટ દ્વારા સચિન દિક્ષીતને જામીન આપવા જોઈએ તેવી દલીલ આરોપી પક્ષના વકીલે કરી હતી.

આરોપી પક્ષના વકીલની વધુમાં દલીલ એવી હતી કે ગાંધીનગર પોલીસે દાખલ કરેલા બંને ગુના જામીનલાયક છે. તેમજ અપહરણની જો ઘટના બની જ હોય તો સમગ્ર ઘટના વડોદરામાં બની છે. તો આવા સંજોગોમાં સમગ્ર કેસની સુનાવણી ગાંધીનગર કોર્ટમાં નહિ પરંતુ વડોદરા કોર્ટમાં થવી જોઈએ. આ ઉપરાંત ત્યજી દેવામાં આવેલું બાળક સચિન દિક્ષીતનું છે કે કેમ? તે ડીએનએ રીપોર્ટમાં ખ્યાલ આવશે. ત્યારે આવા સંજોગોમાં સચિન દિક્ષીતને જામીન મળવા જોઈએ તેવી પણ દલીલ કોર્ટમાં કરવામાં આવી હતી.

દલીલના અંતે કોર્ટ દ્વારા સચિન દિક્ષીતને રૂ. 15 હજારના બોન્ડ અને શરતો વગર જામીન આપવાનો હુકમ કરાયો છે. ત્યારે હાલ સચિન દિક્ષીતને બાળક ત્યજી દેવાના કિસ્સામાં તો જામીન મળી ગયા છે. પરંતુ હિના પેથાણીની હત્યા કેસમાં ફરીથી સજા ભોગવવાની શરૂઆત થશે. હત્યા કેસમાં વડોદરા પોલીસે સચિન દિક્ષીતનો કબ્જો મેળવ્યો છે, ત્યારે સચિન દિક્ષીતને હવે વડોદરા કોર્ટમાં રજૂ કરી હત્યા કેસમાં રીમાન્ડ માગવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો