Gandhinagar child abandoned is likely to be from Rajasthan! Home Minister arrived in Civil Hospital
  • Home
  • Featured
  • ગાંધીનગરમાં તરછોડાયેલું બાળક રાજસ્થાનનું હોવાની શક્યતા! ગૃહમંત્રી સિવિલ પહોંચ્યા

ગાંધીનગરમાં તરછોડાયેલું બાળક રાજસ્થાનનું હોવાની શક્યતા! ગૃહમંત્રી સિવિલ પહોંચ્યા

 | 12:37 pm IST
  • Share

  • પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના કરાઈ

  • પોલીસ દ્વારા 40 જેટલા સીસીટીવી ફૂટેજ એકઠાં કરાયા

  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં બાળક પાસે પહોંચ્યા

ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાએ રાજ્યમાં ચારેબાજુ પડઘા પાડ્યા છે. ગાંધીનગર પોલીસ સહિત LCB, SOG સહિતની પોલીસ ટીમો કામે લાગી છે. હાલ એક મહત્ત્વપૂર્ણ સમાચાર સંદેશ ન્યૂઝને મળ્યા છે. ગાંધીનગરમાં તરછોડાયેલું બાળક રાજસ્થાનનું હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના કરાઈ છે.

બીજી બાજુ બાળકને મૂકીને જતો શખ્સ CCTVમાં કેદ થયો છે. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી છે. બાળકના ફોટા સાથે પોલીસને ગામડાઓમાં પણ મોકલાઈ હોવાના સમાચાર છે. તમામ રાજ્યોના પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દેવામાં આવી છે. મિસિંગ સેલના નોડલ ઓફિસરો સાથે પણ આ ઘટના સંદર્ભે ટેલિફોનિક ચર્ચા શરૂ કરી છે. પોલીસ દ્વારા 40 જેટલા સીસીટીવી ફૂટેજ એકઠાં કરાયા છે.

ગાંધીનગરમાં તરછોડાયેલા બાળક વિશેની માહિતી મળતાગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મોડી રાત સુધી સતત પોલીસવડાના સંપર્કમાં રહી તેના વિશે માહિતી મેળવતા હતા. હાલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં બાળક પાસે પહોંચ્યા છે. તેમણે ત્યાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દોઢ વર્ષના બાળકનાં માતા-પિતાની અને મૂકી જનાર શખસની શોધખોળ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લગાડવામાં આવી છે. આ પ્રકારે બાળકને તરછોડાયું છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લામાં ટીમો સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. બાળકને મૂકનાર શખસને જલદી જ પકડી લઈશું. હું ખાતરી આપું છું કે આરોપીને સજા કરવામાં આવશે. ગાંધીનગરના 40થી વધુ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો