NIFTY 10,086.60 +7.30  |  SENSEX 32,241.93 +55.52  |  USD 64.1150 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગાંધીનગર CID પહોંચી ગઈ રાજકોટ, જાણો શું ખિચડી રંધાતી હતી?

ગાંધીનગર CID પહોંચી ગઈ રાજકોટ, જાણો શું ખિચડી રંધાતી હતી?

 | 9:56 pm IST

જાણીતી કંપનીઓની ચીજવસ્તુઓનું ડૂપ્લીકેશન કરી વેપારીઓ દ્વારા બજારમાં બેરોકટોક વેંચાણ કરી ધૂમ કમાણી કરી રહ્યાં છે. આવા જ કિસ્સામાં ગાંધીનગર સીઆઈડીને મળેલી ફરિયાદને પગલે રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં મોબાઈલ એસેસરીઝ વેંચતી બે દુકાનમાં દરોડો પાડી રૃ.ર૬.૭૩ લાખનો કંપનીના નામનો ડૂપ્લીકેટ જથ્થો પકડી પાડયો છે. અને બંન્ને દુકાનોના માલિકો સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. શહેરમાં જાણીતી કંપનીઓના નામથી નકલી ચીજવસ્તુઓનું ધૂમ વેંચાણ થતું હોય ત્યારે આજે સીઆઈડી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીને પગલે નકલી ચીજવસ્તુઓનું વેંચાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગાંધીનગર સીઆઈડીના પીઆઈ ડી.એમ.મિશ્રાના જણાવ્યાં મુજબ, રાજકોટનાં પંચનાથ મંદિર નજીક આવેલી સાઈનાથ ટેલીકોમ અને જય ટેલીકોમ નામની બે મોબાઈલની દુકાનમાં જાણીતી એપલ અને બીટ્સ નામની કંપનીનાં નામથી ડૂપ્લીકેટ એસેસરીઝનું વેંચાણ કરતાં હોવાની અરજી મળી હતી. જે અનુસંધાને ગાંધીનગર સીઆઈડી દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચોક્કસ માહિતીઓ મળતાં શનિવારે સવારે બંન્ને દુકાનોમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન બંન્નેની દુકાનોમાંથી ઉપરોક્ત કંપનીના નામ વાળા ડૂપ્લીકેટ ચાર્જર, સીમ કટર, એડેપ્ટર, બેંક કવર, પાવર બેંક વગેરે મળી કુલ રૃ.ર૬,૭૩,૧૦૦ની કિંમતના એસેસરીઝ મળી આવતા કબજે કર્યા હતા.

બંન્ને દુકાનોમાંથી ડૂપ્લીકેટ એસેસરીઝ મળી આવ્યાં બાદ સાઈનાથ ટેલીકોમના દુકાનદાર નિલેશ રામાભાઈ મોટવાણી અને જય ટેલીકોમના દુકાનદાર વિમલ અશ્વિનભાઈ કેસરીયાની અટકાયત કરી બંન્નેને એ ડિવીઝન પોલીસ હવાલે કર્યા હતા. એ ડિવીઝન પોલીસે કોપીરાઈટ અને ટ્રેડમાર્ક એકટની કલમો હેઠળ ગુનો નોંધી બંન્નેની ધરપકડ કરી છે. સીઆઈડીની કડક કાર્યવાહીને પગલે જાણીતી કંપનીઓની નકલી ચીજવસ્તુઓનું વેંચાણ કરનારા દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જાણીતી કંપનીઓની એસેસરીઝ મોંઘી હોવાને કારણે લેભાગુ તત્વો દ્વારા કંપનીના નામથી ડૂપ્લીકેટ એસેસરીઝ બનાવી બજારમાં વેંચાણ કરી ૬૦થી ૭૦ ટકાનો ફાયદો મેળવતાં હોવાનું એસેસરીઝનું વેંચાણ કરતાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે.