Gandhinagar: Dhabudi Maa Dhanji Oad Attends Pethapur Police Station
  • Home
  • Featured
  • ‘ઢોંગી ઢબુડી’ વિદેશ ભાગી જવાની ફિરાક વચ્ચે ગઇકાલે મધ્યરાત્રીએ કર્યું એવું કામ કે, પોલીસે છોડી મૂક્યો

‘ઢોંગી ઢબુડી’ વિદેશ ભાગી જવાની ફિરાક વચ્ચે ગઇકાલે મધ્યરાત્રીએ કર્યું એવું કામ કે, પોલીસે છોડી મૂક્યો

 | 10:20 am IST

ઢબુડી ઉર્ફે ધનજી ઓડને બુધવારે પેથાપુર પોલીસે બીજી નોટિસ ફટકારી છે. ગઢડા સ્વામીના એક યુવાનના મોત મામલે તેની સામે પેથાપુર પોલીસ મથકમાં થયેલી અરજી અનુસંધાને પોલીસે તેને નિવેદન માટે અગાઉ પ્રથમ નોટિસ આપી હતી. પરંતુ તેણે પોલીસ મથકે હાજર થવાના બદલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. દરમિયાન ધનજી ઓડ ફોરેન ભાગી જાય તેવી પોલીસને શંકા હોવાના કારણે બુધવારે તેને બીજી નોટીસ ફટકારવામાં આવી છે.

પરંતુ હાલ ઢોંગી ઢબુડીને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના અનુસંધાને બુધવારે રાતે 11.45 વાગ્યે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ હાજર થયો હતો. પોલીસે બપોર બાદ આપેલા બીજા સમન્સ બાદ તે પોલીસ સ્ટેશનમાં જવાબ આપતા પોલીસે જવા દીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જ ગાંધીનગર કોર્ટે ધનજી ઓડના આગોતરા જામીન ના મંજુર કર્યા હતા. કોર્ટે આગોતરા ના મંજુર કરતા ધનજી ઓડ પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતા હતી. પરંતુ તે પોલીસથી હજુપણ દુર ભાગી રહ્યો છે. બીજીતરફ પોલીસને ધનજી ઓડ વિદેશ ભાગી જાય તેવી શંકા છે.

આ સ્થિતીમાં પેથાપુર પોલીસે તેની વિરૃધ્ધ તાત્કાલીક અસરથી બીજી નોટિસ કાઢી હતી. આ મામલે પેથાપુર પોલીસ સબ ઇન્સપેક્ટર એ.જી.એનુરકરે જણાવ્યુકે. આજે પોલીસની એક ટીમ બીજી નોટિસ સાથે ધનજી ઓડના ચાંદખેડા સ્થિત નિવાસ્થાને પહોંચી હતી. પરંતુ તે ત્યાં મળી આવ્યો નહતો. તેના ઘરના દરવાજે તાળુ હતું. જેના કારણે મકાનના દરવાજા પર નોટિસ ચીપકાવવામાં આવી છે. પોલીસે તેને સત્વરે નિવેદન માટે હાજર થવા નોટિસ મારફત ફરમાન કર્યુ છે.

બીજીતરફ ચાંદખેડા સ્થિત જે મકાનમાં ધનજી ઓડ રહે છે તેના મકાન માલિકે પણ તેને સાત દિવસમાં મકાન ખાલી કરવાની નોટીસ આપી છે. ઉલ્લેખનીય છેકે, ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડના કરતુતોનો વિજ્ઞાાનજાથાએ પર્દાફાશ કર્યા બાદ તે પોલીસથી ભાગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન