groundnut scam DyCM nitin patel gandhinagar
  • Home
  • Gandhinagar
  • મગફળી કૌભાંડમાં રાજ્યના ઉપ મુખ્યમંત્રીનો સનસનાટી પૂર્ણ આરોપ

મગફળી કૌભાંડમાં રાજ્યના ઉપ મુખ્યમંત્રીનો સનસનાટી પૂર્ણ આરોપ

 | 7:14 pm IST

રાજ્યમાં મગફળી કૌભાંડમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસને ઘેરી છે. નીતિન પટેલે કહ્યુ છે કે, ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામ નાફેડે કર્યુ છે અને કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસ તપાસની માંગ પણ કરી નથી. મગફળીકાંડ મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસ પક્ષ દ્વારા ટંકારા ખાતે આયોજિત તાલુકા કોંગ્રેસના સંમેલનમાં મગફળી કાંડમાં મલાઈ કોણ તારવી ગયું ? તેમ કહી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને કૃષિ મંત્રી પર કરેલા તમામ આક્ષેપોનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આક્રોશપૂર્ણ જવાબ આપ્યો છે.

નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર કૌભાંડમાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા કે જેઓ કોંગ્રેસના અગ્રણી છે અને બીજી તરફ સરકારની વિરુદ્ધ આક્ષેપ કરનાર વિપક્ષી નેતા પરેશ ધાનાણી બંને વચ્ચે સાંઠગાંઠ છે. નીતિન પટેલે આ સિવાય પણ કોંગ્રેસ પર અનેક આરોપો કર્યા છે.

નાફેડના ચેરમેન પર પ્રહાર કરતા જણાવ્યુ કે નાફેડની જવાબદારી મગફળીની ખરીદીથી માંડીને તમામ છે. સરકારે મદદરૂપ થવાની ભૂમિકા ખેડૂતોના હિતમાં કર્યું છે. આ ઉપરાંત કહ્યુ કે યોગ્ય જગ્યાએ મગફળી સ્ટોરેજની જવાબદારી નાફેડની છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિત માટેના નિર્ણય લઈ રહી છે. તે જોઈને કોંગ્રેસ લાજવાને બદલે ગાજી રહી છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તેમને પ્રશ્ન પૂછવાની જગ્યાએ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. મગફળી કૌભાંડમાં વાઘજી બોડાના ભત્રીજાના નામનો ખુલાસો થયો છે ત્યારે આ મુદ્દે વાઘજી બોડા મૌન છે. ત્યારે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કરવામાં જોઈએ તેવી માંગ ભાજપે કરી છે.

તો બીજી બાજું કોંગ્રેસે પણ પ્રેસકોન્ફ્રન્સ કરી
કોંગ્રેસે જણાવ્યું હતુ કે, મગફળીકાંડમાં નાફેડ અને સરકાર એકબીજા પર દોષ ઠાલવે છે. કોંગ્રેસે આ બાબતે તાપસ કરવાની માગ કરતાં કહ્યું હતું કે, સિટીંગ જજ તપાસ કરશે નહી તો તેઓ ખેડૂતોને સાથે રાખીને ક્લેક્ટરને આવેનપત્ર આપશે. તે ઉપરાંત કોંગ્રેસે જણાવ્યું હતુ કે, મગફળી ખરીદવા માટે કોંગ્રેસની સહકારી સંસ્થાઓને સેન્ટરો ફાળવવામાં આવ્યા નહતા.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા મગફળી કૌભાંડ મામલે એક પછી એક 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાફેડ ચેરમેન વાઘજી બોડાના કૌટુંબિક ભત્રીજા રોહિત બોડાની પણ ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય આરોપીઓની વાત કરીએ તો નાફેડના બે, ગુજકોટના બે અને વેરહાઉસના એક કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર બાબત શું હતી?
પેઢલા ગામે વેપારીઓ મગફળી લેવા ગયા હતા, ત્યારે મગફળીમાં ધૂળ અને માટી નીકળતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો, હોબાળા બાદ પણ 5 કલાક સુધી ગુજકોટ અને નાફેડના અધિકારીઓ ફરક્યા ન હતા, જેના કારણે મગનભાઇ ઝાલાવડિયાએ જેતપુર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં 22 લોકોના નામ ખૂલ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન