Gandhinagar: Gujarat Monsoon departure from Ahmedabad
  • Home
  • Featured
  • ધરતીપુત્રો સહિત ગુજરાત માટે સૌથી મોટા સમાચાર, ચોમાસું લેવા જઇ રહ્યું છે ફાઇનલ વિદાય, બસ હવે…!!

ધરતીપુત્રો સહિત ગુજરાત માટે સૌથી મોટા સમાચાર, ચોમાસું લેવા જઇ રહ્યું છે ફાઇનલ વિદાય, બસ હવે…!!

 | 12:39 pm IST

ગુજરાતમાં મોન્સુન સિસ્ટમ પૂર્ણતાના આરે હોઇ છેલ્લા કેટલાક દિવસોથી અમુક વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે છુટોછવાયો વરસાદી ઝરમરનો વરસાદ પડી રહ્યો છે. સમગ્ર પંથકમાં ચાલુ સિઝનમાં 110 ટકા ઉપરાંતનો વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ રાહતની લાગણી વ્યાપી છે.

જોકે ઋતુચક્રની ઘટમાળ મુજબ વરસાદી સિસ્ટમ પૂર્ણ થવા આવતા આગામી બે દિવસ બાદ ચરોતર સહિત રાજ્યભરમાથી ચોમાસુઋતુ વિધીવત વિદાય લેશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સજીવસૃષ્ટિ માટે જીવનદાતા ગણાતી ચોમાસુ ઋતુના આગમનમાં પ્રારંભિક તબક્કે વિલંબ સર્જાયા બાદ પાછોતરા દિવસોમાં સમયાંતરે અનરાધર વરસેલા વરસાદે મુરઝાતા જતા ધરૂવાડિયા,ડાંગર સહિતના ખરીફપાકને જીવતદાન અર્પણ કર્યુ છે.

ઉનાળુ ઋતુમા સતત વપરાશ તેમજ બાષ્પીભવનના કારણે ખાલી ખમ્મ થયેલા નદી, તળાવ, કુવા, જળાશયો સહિતના જળસ્ત્રોતોમાં પાણીની નવી આવક કરતા જળસંકટ ટળતા તંગી ધરાવતા વિસ્તારોના રહીશોમાં પણ હાશકારો વ્યાપ્યો છે. ત્યારે સિઝન દરમ્યાન વરસાદનુ 110 ટકા ઉપરાંતનુ પ્રમાણ અને અનુકૂળ સ્થિતિને લઇને ખેતીપાકોને ફાયદો થતાં મબલખ ઉત્પાદન ઉતરવાની આશા જાગી છે.

ત્યારે ભારતના ઋતુચક્ર અનુસાર 15મી જુનથી શરૂ થતી વર્ષાઋતુ સપ્ટેમ્બરના દ્વિતીય પખવાડિયાના પ્રારંભ સાથે જ વિદાય લેતી હોઇ વર્તમાન સ્થિતિએ મોન્સુન સિસ્ટમ અંતિમ તબક્કામાં પ્રવેશતા ઋતુના ઉત્તરાર્ધની સિસ્ટમની અસરો હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી અમુક વિસ્તારોમા વાદળછાયા માહોલ વચ્ચે છુટીછવાઇ વરસાદી ઝરમર ચાલું રહેવા પામી છે.

જોકે ધીરે-ધીરે ઉત્તરાર્ધ તરફ ગતિ કરતી સિસ્ટમ આગામી બે-ત્રણ દિવસમાં નબળી પડતા ચરોતર સહિત સમગ્ર રાજ્યમાંથી વર્ષાઋતુ વિદાય લેશે તેવી ઘડીઓ નિશ્ચિત ગણાઇ રહી છે.

બે દિવસ વરસાદી ઝરમર જારી રહેશે: હવામાન તજજ્ઞા
ચરોતરમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન તજજ્ઞાએ જણાવ્યુ કે આગામી એકાદ બે દિવસ સુધી છુટાછવાઇ વરસાદી ઝરમરનો દોર જારી રહેશે. જોકે મોન્સુન સિસ્ટમ પૂર્ણ થઇ ગઇ હોઇ ત્રણેક દિવસ બાદ રાજ્યભરમાંથી ચોમાસુ વિદાય લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન