Gandhinagar: High school teacher biggest ever recruitment for the drill
  • Home
  • Ahmedabad
  • TAT-1 અને TAT-2 પરીક્ષા પાસ કરનારાઓ માટે ખુશખબર, ગુજરાતમાં સૌથી મોટી ભરતીની કવાયત શરૂ

TAT-1 અને TAT-2 પરીક્ષા પાસ કરનારાઓ માટે ખુશખબર, ગુજરાતમાં સૌથી મોટી ભરતીની કવાયત શરૂ

 | 8:30 am IST

સરકારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષકોની જે નવી ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે તે કદાચ એક સાથે આટલી મોટી સંખ્યામાં થનારી સૌથી મોટી ભરતી તરીકે ગણાવવામાં આવે છે.

TAT-૧ અને TAT-૨ આધારિત શરૂ થયેલી સેન્ટ્રલાઈઝડ ભરતી પ્રક્રિયામા વર્ષ-૨૦૧૧થી આઠ વર્ષમાં અંદાજે ૧૦ હજાર જેટલી બેઠકો પર ભરતી થઈ છે.

પરંતુ આ વખતે અંદાજે ૭ હજાર જેટલી બેઠકો પર એકસાથે ભરતી કરવામાં આવશે તેવું શિક્ષણ વિભાગના સૂત્રો જણાવી રહ્યાં છે. મહત્ત્વનું છે કે, ૩૧મી ઓક્ટોબરે નિવૃત્ત થતા શિક્ષકોની બેઠકો પણ આ ભરતીમાં આવરી લેવાશે.

પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલોમાં શિક્ષકો અને આચાર્યની ભરતી પ્રક્રિયા કેન્દ્રીયકૃત કરવામાં આવી છે. જેમાં ધોરણ.૯ અને ૧૦ના શિક્ષક માટે TAT-૧ની પરીક્ષા અને ધોરણ.૧૧-૧૨ માટે TAT-૨ની પરીક્ષા પાસ કરવી પડે છે.

ટીચર એપ્ટિટયૂડ ટેસ્ટ (TAT)ની પરીક્ષા અને ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૧થી શરૂ કરાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં વર્ષ-૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૬ એમ કુલ ત્રણ વખત હાઈસ્કૂલમાં શિક્ષકની ભરતી કરવામાં આવી હતી. જે ત્રણેય તબક્કામાં અંદાજે ૧૦ હજાર જેટલી બેઠકો પર ભરતી થઈ હતી.

ત્યાર બાદ ત્રણ વર્ષ પછી હાઈસ્કૂલમાં શિક્ષકની ભરતી થવા જઈ રહી છે. જેના માટે શાળા કમિશનર કચેરીએ વિવિધ જિલ્લામાંથી ખાલી બેઠકોની વિગતો ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં મોકલી આપવા સોમવારે પરિપત્ર પણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન