Gandhinagar In Education Committee No Vacation For Schools During Navratri Festival
  • Home
  • Ahmedabad
  • માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, ‘હવેથી નવરાત્રિમાં વેકેશન નહીં મળે’

માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, ‘હવેથી નવરાત્રિમાં વેકેશન નહીં મળે’

 | 3:15 pm IST

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક મળી હતી. તેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. હવેથી બોર્ડના નિર્ણયમાં ગાંધીનગર બોર્ડ દ્વારા નવરાત્રિ વેકેશન પર રોક લગાવી દીધી છે. જેથી હવેથી નવરાત્રિમાં શાળાઓમાં વેકેશન નહીં મળે.

ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠકમાં આજે એક અન્ય પણ નિર્ણય લેવાયો હતો. તે ઉપરાંત ધોરણ-9 અને 11માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષથી નવરાત્રિમાં વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી નવરાત્રિમાં વિદ્યાર્થીઓને વેકેશન મળતું હતું. પરંતુ હવેથી આગળ જતા નહીં મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન