Gandhinagar in Shertha Toltex of 28 kg of Ganja caught
  • Home
  • Featured
  • ગાંધીનગરના શેરથા ટોલટેક્સ પરથી 28 કિલો ગાંજો ઝડપાયો, કનેક્શન છે અહીંયા!

ગાંધીનગરના શેરથા ટોલટેક્સ પરથી 28 કિલો ગાંજો ઝડપાયો, કનેક્શન છે અહીંયા!

 | 10:16 am IST

શહેર તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા ગુનાહીત પ્રવૃતિઓ ડામવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર પોલીસની ટીમે શેરથા ટોલટેક્સ પરથી 28 કિલો ગાંજા સાથે 4 લોકોને ઝડપ્યા છે.

હાલ પોલીસે ઝડપેલો મુદ્દામાલ પરીક્ષણ અર્થે FSLમાં મોકલાયો છે. ગાંધીનગર પોલીસ આ ઘટનાને પગલે ધરપકડ કરાયેલ 4 આરોપીઓની એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આ અંગે મળતી વિગતો પ્રમાણેસ, ગાંધીનગર શેરથા ટોલટેક્સ પરથી પોલીસની ટીમે 28 કિલો ગાંજા સાથે 4 લોકોને ઝડપ્યા હતા. આ ઘટનામાં આરોપીની પુછપરછમાં પોલીસને મોટું નેટવર્ક ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે.

પોલીસને શંકા છે કે ગાંજાનું કનેક્શન ઓરિસ્સા સુધી પહોંચે તેમ છે. પોલીસે ઝડપેલો મુદ્દામાલ પરીક્ષણ અર્થે FSLમાં મોકલાયો હતો. આ ઘટનામાં ધરપકડ કરાયેલ 4 આરોપીઓની એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.