Gandhinagar LRD recruitment BJP MLA alpesh thakor statement
  • Home
  • Featured
  • LRD આંદોલનમાં હવે બાકી હતું તો BJP નેતા અલ્પેશ ઠાકોરે ઝંપલાવ્યું, રૂપાણી સરકારને આપી ધમકી

LRD આંદોલનમાં હવે બાકી હતું તો BJP નેતા અલ્પેશ ઠાકોરે ઝંપલાવ્યું, રૂપાણી સરકારને આપી ધમકી

 | 6:07 pm IST

ગાંધીનગરમાં અનામતને લઈને મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એકવખત અલ્પેશ ઠાકોરના સરકાર સામે બાગી તેવર દેખાઈ રહ્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ભાજપને ધમકી આપી દીધી છે. અલ્પેશ ઠાકોરે ભાજપને ધમકી આપતા જણાવ્યું હતું કે, પરિપત્ર અંગે સરકાર ઝડપથી નિર્ણય લે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે 1/8/2018નો ઠરાવ ગેરબંધારણીય હોવાનું જણાવ્યું છે. જેણે લઈને સરકાર 48 કલાકમાં નિર્ણય નહીં લાવે તો પદયાત્રા કરવા જણાવ્યું હતું. અલ્પેશ ગાંધી આશ્રમથી લઈને ગાંધીનગર સુધી પદયાત્રા કરશે. અલ્પેશે કહ્યું કે, ગાંધીનગરમાં OBC/ST/SCની બહેનો 64 દિવસથી આંદોલન કરી રહી છે.

અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારને LRD ભરતી મુદ્દે અલ્ટીમેટલ આપ્યુ છે. ત્યારે એક તરફ ટ્રમ્પ ભારત આવવાના છે અને હવે આ રીતે અનામતનો મુદ્દો વધુને વધુ આગ પકડી રહ્યો છે જેમાં એક પછી એક કોંગ્રેસી અને ભાજપી નેતાઓ નિવેદનબાજી કરી રહ્યા છે.

અલ્પેશ ઠાકોરે સરકારને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, 48 કલાકમાં નિવેડો નહી લાવે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધી પદયાત્રાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી કે, રાજ્ય સરકારે ઠરાવમાં સુધારા અથવા રદ કરવાની ખાતરી આપી હતી. હજુ સુધી સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી.

બિન અનામત વર્ગની માગણીઓ બાબતે આજે ચર્ચા વિચારણાઓનો દોર ચાલ્યો હતો. હાલ LRD ભરતી મામલે CM, Dy.CM, ગૃહ રાજ્યપ્રધાનની બેઠક પૂર્ણ થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. બિનઅનામત આંદોલનકારીઓની માંગથી CMને અવગત કરાયા હતા. હવે LRDના વિવાદ અંગે CM રૂપાણી અંતિમ નિર્ણય કરશે. તમને જણાવી દઈએ કે 1/8/2018ના પરિપત્રને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન