Gandhinagar: Man Steal Government Car From Old Sachivalay
  • Home
  • Featured
  • લ્યો બોલો! ગાંધીનગર સચિવાલયમાંથી સરકારી બાબુની કાર જ કોઈ ચોરી ગયું

લ્યો બોલો! ગાંધીનગર સચિવાલયમાંથી સરકારી બાબુની કાર જ કોઈ ચોરી ગયું

 | 5:35 pm IST

ગાંધીનગર સચિવાલય કે જે એક હાઈ સિક્યોરિટી વિસ્તાર છે, ત્યાંથી જ સરકારી કારની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગરના જૂના સચિવાલયમાં ટાટા સુમો કારની ચોરી થઈ છે. જૂના સચિવાલયના બ્લોક નંબર 20ની મહિલા,બાળ વિકાસ કમિશનર કચેરીની આ ઘટના છે. આ મામલે CDPO અનિલ પટેલે સેક્ટર-7 પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યો શખ્સ કાર ચોરી કરતો હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTVના આધારે પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જુના સચિવાલય બ્લોક નંબર 20માં આવેલી મહિલા અને બાળ વિકાસ કમિશનર કચેરીના સીડીપીઓ તરીકે ફરજ બજાવતાં અનિલ પટેલે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, કચેરીના ડ્રાઇવર ટાટા સુમો ગોલ્ડ કારને પાર્કિંગમાં મૂકીને ગયા હતા. શનિવાર અને રવિવારની રજાના કારણે કચેરીમાં સોમવારે પહોંચેલાં ડ્રાઈવરે પોતાની કાર લઈ જવા માટે પાર્કિંગ તરફ ગયા હતા. પરંતુ ત્યાં જઈને જોયું તો સુમો ગોલ્ડ કાર જીજે 18 જી 9111 જોવા મળી ન હતી.

જુના સચિવાલય કેમ્પસના સિક્યુરિટી ગાર્ડની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં ૩૫ વર્ષના અજાણ્યા શખ્સ ચોરી કરીને લઇ જતો હોય તેવું જોવા મળ્યું હતું. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વાહનચોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન