Gandhinagar Police Caught A Man for 12 Arts Result Fake Message
  • Home
  • Featured
  • ધો.12 સામાન્યપ્રવાહના પરિણામની ખોટી અફવા ફેલાવી ભારે પડી, હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો

ધો.12 સામાન્યપ્રવાહના પરિણામની ખોટી અફવા ફેલાવી ભારે પડી, હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો

 | 11:16 pm IST

ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ સોશિયલ મીડિયામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામનો એક લેટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ લેટરને લઈ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્તેજના ફેલાઈ હતી. જો કે બાદમાં આ લેટર એક અફવા નીકળી હતી. જે બાદ આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો. અને પત્ર વાઈરલ કરનાર એક વ્યક્તિને દબોચી લીધો હતો.

ધોરણ 12 સાયન્સનાં પરિણામ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ફોટોશોપની મદદથી વિજ્ઞાનપ્રવાહના સ્થાને આ ચતૂર માણસે સામાન્ય પ્રવાહનું નામ લખી દીધું હતું. જે બાદ આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. અને આબેહૂબ પત્રને જોતાં પહેલી નજરે તેને સૌ કોઈએ સાચો માની લીધો હતો.

જો કે પત્ર વાઈરલ થતાં જ શિક્ષણ વિભાગે આ પત્ર નકલી હોવાનું જણાવ્યું હતું. જે બાદ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે પત્ર વાઈરલ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ગાંધીનગરની સેક્ટર 7 પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.

આ વીડિયો પણ જુઓઃ ગુજરાત ATSએ હરેશ ગોસ્વામીની ધરપકડ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન