Gandhinagar Rupal Palli In 4 lakh kg of ghee offered to Vardayini temple
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રૂપાલની પલ્લીમાં 4 લાખ કિલો ઘીના અભિષેક સાથે લાખો ભક્તો આસ્થામાં ભીંજાયા, જાણો પાંડવો સાથેનો ઇતિહાસ

રૂપાલની પલ્લીમાં 4 લાખ કિલો ઘીના અભિષેક સાથે લાખો ભક્તો આસ્થામાં ભીંજાયા, જાણો પાંડવો સાથેનો ઇતિહાસ

 | 9:37 am IST
  • Share

ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ-9 નોમનાં દિવસે સોમવારે સુપ્રસિદ્ધ વરદાયિની માતાની ભવ્યાતિભવ્ય પલ્લીનો કાર્યક્રમ યોજાયો હતો. સોમવારે રાત્રે 12 કલાકે મંદિર પરિસરમાંથી પલ્લીની શરૂઆત થઇ હતી. જેમાં 10 લાખથી વધુ ભક્તો જોડાયા હોવાનું માનવામાં આવે છે.

રૂપાલમાં વરદાયિની માતાના જયઘોષની સાથે શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો, જેને કારણે ગામની શેરીઓમાં જાણે ઘીની નદીઓ વહેતી થઈ હતી. આ પલ્લીમાં 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થઈ હતી. તે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડાં અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી હતી.

રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં આ વર્ષે અંદાજીત 20 કરોડનું ચાર લાખ કિલો ઘી ચઢાયું હોવાનું એક પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેતી જોઇને આપણે સમજી શકીએ છીએ. તમને જણાવી દઇએ કે, આદિકાળથી રૂપાલ ગામમાં પાંડવકાળથી ચાલી આવતી પલ્લીના મેળામાં આજે પણ હજારો કિલો ઘી માતાજીની પલ્લીમાં ચઢાવાય હોવાની માન્યતા છે.

ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં સુપ્રસિદ્ધ વરદાયિની માતાની ભવ્યાતિભવ્ય પલ્લીની સુરક્ષાની વાત કરીએ તો, મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને ગાંધીનગરના પ્રાંત અધિકારી જે. એમ. ભોરાણિયાની આગેવાનીમાં ઉત્સવ દરમિયાન 7 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર છે. દર્શનાર્થીઓની સલામતી જળવાઈ રહે તે માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 500 જવાન તથા 200 હોમગાર્ડ તહેનાત છે. બીજી તરફ મંદિરમાં માતાજીનાં કીમતી આભૂષણોની સુરક્ષા માટે મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે પલ્લીના માર્ગ પર વિવિધ સ્થળે 15 સીસીટીવી કેમેરા લગાવાયા છે.

ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં સુપ્રસિદ્ધ વરદાયિની માતાની ભવ્યાતિભવ્ય પલ્લીમાં નાના બાળકોનાં સ્વાસ્થ્ય માટે તેમને પલ્લીની પવિત્ર જ્વાળાનાં દર્શન કરાવતા હોય છે. પાંડવોએ ગુપ્ત વાસ સમયે પલ્લીની શરુઆત કરી હતી. તે સમયે બનાવેલ સોનાની હવે લાકડામાંથી બનાવવામાં આવે છે. દર વર્ષે આખી પલ્લી નવી બનાવવામાં આવે છે. જેમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ નથી થતો.

ધાર્મિક મહત્ત્વની દ્રષ્ટિએ જોઇએ તો, સૃષ્ટિનાં પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સૃષ્ટિનો નાશ કરી બ્રહ્માજીને અતિ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આથી બ્રહ્માજી શ્રી વરદાયિની માતાજીના શરણે ગયા. શ્રી માતાજીએ પુત્રરૂપે શરણે આવેલા બ્રહ્માજીને સાંત્વના આપી. માતાજીએ દુર્મદ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનું સ્વયં નિર્માણ કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને અહીં કાયમ માટે નિવાસ કર્યો.

આ પણ જુઓ વીડિયો: ફાફડા રૂ.400થી વધુ અને જલેબીનો ભાવ રૂ.500થી વધુ surat Rajkot Live

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન