Gandhinagar Secretariat In female IAS officer found couple who romance in car
  • Home
  • Featured
  • ગાંધીનગર: સચિવાલયના ગેટ પાસે કારમાં કપલ કરી રહ્યું હતું ગંદુ કામ, IAS અધિકારી શરમમાં મુકાયા

ગાંધીનગર: સચિવાલયના ગેટ પાસે કારમાં કપલ કરી રહ્યું હતું ગંદુ કામ, IAS અધિકારી શરમમાં મુકાયા

 | 9:16 am IST

ગાંધીનગર સચિવાલયના ગેટ પાસે કાર પાર્ક કરીને અંગતપળો માણતા કપલને જોઈને એક મહિલા અધિકારી અકળાયા હતા. તેઓએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક અસરથી ઉપરોક્ત વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું અને કામ વગર કોઈને આ વિસ્તારમાં ઊભા રહેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. જે વિસ્તારમાં કપલ કારમાં અંગતપળો માણી રહ્યું હતું. તે રસ્તો મુખ્યમંત્રી અને અન્ય સિનિયર અધિકારીઓ સચિવાલયમાં અવરજવર માટે ઉપયોગ કરે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના સચિવાલય ગેટ-2 પાસે બની હતી. આ ગેટ પાસે રોડની સામેની સાઇડમાં જંગલ વિસ્તાર છે. બને બાજુમાં ગાઢ વૃક્ષો છે. આ ગેટમાંથી જ મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ અને સચિવાલયમાં ફરજ બજાવતા અન્ય આઇએએસ કક્ષાના અધિકારીઓની અવરજવર રહે છે.

તાજેતરમાં સાંજના સમયે એક મહિલા આઇએએસ અધિકારી કાર લઈને આ ગેટ પાસેથી પસાર થયા હતા ત્યારે ગેટ પાસે જ એક કાર પાર્ક કરેલી પડી હતી. મહિલા અધિકારીની કાર આ કાર પાસેથી પસાર થતા પાર્ક કરેલી પાર્કમાં કાંઈક અજુગતુ બની રહ્યું હોવાનું તેઓના ધ્યાનમાં આવ્યું હતું.

એક કપલ કાર પાર્ક કરીને કાચને પડદા લગાવી અંગતપળો માણતું હોવાનું જણાયું હતું. જેના કારણે મહિલા અધિકારી શરમની સાથે અકળાઈ ગયા હતા. તેઓએ આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. થોડીવારમાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

આ ઘટના બાદ સેક્ટર-7 પોલીસે ઉપરોક્ત વિસ્તારમાં સધન પેટ્રોલિંગ શરૃ કરી દીધું છે અને અહીં કોઈપણ વાહનચાલકને કામ વગર કાર પાર્ક કરવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, ઉપરોક્ત સ્થળે વાહન વ્યવહાર ખૂબ જ ઓછો હોય છે આ ઉપરાંત રહેણાંક વિસ્તાર પણ આસપાસ ખૂબ જ ઓછો છે.

એક ઉચ્ચ અધિકારીના ધ્યાને આવ્યા બાદ આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ઘણા સમયથી આ વિસ્તારમાં અને ખાસ કરીને સચિવાલય ગેટ-2ની સામે આવેલા અને જ રોડને સ્પર્શતો રસ્તો પ્રેમીપંખિડાઓ માટે સ્વર્ગ સમાન છે.

જુઓ: સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળામાં રાઈડ સંચાલકો સામે તંત્ર ઘૂંટણીયે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન