Gandhinagar Shivansh Case In After killing Heena and abandoning Shivansh, Sachin went shopping with his wife
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હીનાની હત્યા, શિવાંશનો ત્યાગ કર્યા બાદ સચિન પત્ની સાથે શોપિંગ કરવા ગયો હતો

હીનાની હત્યા, શિવાંશનો ત્યાગ કર્યા બાદ સચિન પત્ની સાથે શોપિંગ કરવા ગયો હતો

 | 7:39 am IST
  • Share

  • પેથાપુર ગૌશાળા ખાતે પોલીસે સચિન પાસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું
  • પ્રેમિકાની હત્યા કરનાર સચિન દીક્ષિતના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
  • ભાટ પાસે સીસીટીવીમાં પ્રથમ વખત સચિન અને શિવાંશ સાથે જોવા મળ્યાં

માશૂકા હિના ઉર્ફે મહેંદીની હત્યા અને ત્યારબાદ નવ માસના માસુમ સંતાનને ત્યજી દીધા બાદ સચિન પોતાના સેક્ટર-26 સ્થિત ઘરે પહોંચ્યો હતો. જ્યાં તે પત્નીને લઇને શોપિંગ કરવા માટે ગયાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આજે વધુ તપાસ અર્થે ગાંધીનગર પોલીસે સચિન દિક્ષીતને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડમાં પોલીસે તેને સાંજે જ્યાંથી શિવાંશ મળી આવ્યો તે ગૌશાળા ખાતે લઈ ગઇ હતી અને સમગ્ર ઘટનાક્રમનું રિ-કન્ટ્રક્શન કરાવ્યું હતું.

સચિન દિક્ષીતે તેના પુત્ર શિવાંશને તરછોડયા પૂર્વે તેની પ્રેમિકા હિના ઉર્ફે મહેંદી પેથાણીની ગળું દબાવીને હત્યા કરી હતી. ગઇકાલે ગાંધીનગર પોલીસ તેને રાજસ્થાનના કોટાથી લાવ્યા બાદ પૂછપરછમાં આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ ગાંધીનગર પોલીસ તેને વડોદરા લઇ જઈ પંચનામું પૂર્ણ કર્યા બાદ આજે ગાંધીનગર લાવી કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.

જોકે, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ તેને પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા લાવી ઘટનાનું રિ-કન્ટ્રક્શન કરાવ્યું હતું. ઘટનાની પ્રથમ જાણ કરનાર ગૌશાળાના સ્વામીનું અને અન્ય કર્મચારીનું નિવેદન સહિત 25 થી પણ વધુ લોકોના નિવેદન લીધા હતા. સચિને શિવાંશને ત્યજી દીધા બાદ તે ઘરે આવ્યો હતો.

આટલી ગંભીર ઘટનાને અંજામ આપ્યા છતાં ચહેરાં પર કોઈ ટેન્શન વગર ઘરે પહોંચ્યો હતો. એટલું જ નહી પરંતુ તે પત્નીને લઇને શોપીંગ કરવા મોલમાં ગયો હતો. બીજા દિવસે પરિવારને લઇને વતન ઉત્તરપ્રદેશ જવા માટે રવાના થયો હતો.

સચિનના પિતાને પુત્રના પ્રેમ પ્રકરણની ત્રણ વર્ષથી જાણ હતી

પ્રાથમિક તપાસમાં સચિનના હિના ઉર્ફે મહેંદી સાથેના આડાસંબંધથી તેના પિતા નંદકિશોર દિક્ષીત ઘણા સમયથી વાકેફ હતા. આ મામલે પિતાએ ઠપકો પણ આપ્યો હતો અને સંબંધ કાપી નાખવા દબાણ પણ કર્યુ હતું. પ્રારંભમાં સચિને પિતાની વાત માની હતી. પરંતુ ત્યારબાદ હિનાના દબાણના કારણે પુનઃ તેની સાથે રહેવા લાગ્યો હતો.

પુત્રના આ પ્રેમ પ્રકરણની પિતાએ સચિનની પત્ની અને માતાને પણ વાત કરી નહતી. સચિને હિનાની હત્યા કરી છે તે વાત છેલ્લી ઘડી સુધી પિતાથી પણ છુપાવી હતી. તેને રાજસ્થાનથી લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે એટલો કોન્ફીડન્ટમાં હતો કે તેની સામે માત્ર બાળક ત્યજી દેવાનો જ કેસ થયો છે અને તેમાં તેને કશું જ નહી થાય તેવી ચર્ચા પરિવારના સભ્યો સાથે કરી હતી.

ગાંધીનગર પોલીસે પેથાપુર ઉપરાંત શહેરમાં પ્રવેશતા તમામ રાજમાર્ગો પરના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા  એક ટીમને ભાટ પાસે સીસીટીવીમાં સેન્ટ્રો કારમાં સચિન અને શિવાંશ સાથે જોવા મળ્યા હતા  સચિને હિનાની હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કરવાનો પણ પ્લાન ઘડી રાખ્યો હતો  લાશને એક બેગમાં મુકી હતી પરંતુ લાશને ઉંચકીને કાર સુધી લાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

  સચિનની પત્ની આરાધના અને માતા પિતા માનસિક રીતે ભાંગી પડયા છે  માત્ર નવ માસના બાળક શિવાંશને ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી અપાયો છે  સચિનને ગાંધીનગર લાવવામાં આવ્યો ત્યારે પરિવારના અન્ય સભ્યોની સાથે માનસિક રીતે ભાંગી પડયો હતો આગવી ઢબે કામ લેવાના બદલે તેની આગતા-સ્વાગતા કરી રહસ્યનો પડદો ખોલ્યો હતો  સચિનનો કેસ નહી લડવા તમામ વકીલોએ નિર્ણય કર્યો હતો.

સચિન કોર્ટમાં રડી પડયો :પોલીસે દસ મુદ્દે રિમાન્ડ માંગ્યા

કોર્ટમાં જજ સમક્ષ રજૂ થયા બાદ સચિન રડી પડયો હતો. પોલીસે સચિને હિનાની હત્યાથી લઇ વડોદરાથી પુત્ર શિવાંશને લઇને નિકળ્યા બાદ ગાંધીનગર ગૌશાળાએ છોડવા માટે ક્યા ક્યા વાહનનો ઉપયોગ કર્યો હતો, તેની મોબાઇલ ડિટેઇલ, લોકેશન, અંજામ આપ્યા બાદ ક્યાં ક્યાં ગયો હતો અને કોને મળ્યો હતો તે સહિતની કેસને લગતી કડીઓ મેળવવા માટે દસ મુદ્દા રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા.

હીના સાથે ઝઘડો થતાં મોટેથી ચીસો પાડતી હતી, 7 મિનિટ ગળું દબાવી મારી નાંખી

વડોદરા ા ગાંધીનગર જવાનું હતું, પરંતુ હીના જવાની ના પાડતી  હતી. જેને લઈ ઝઘડો થતાં હીનાએ મારી સાથે  ઝપાઝપી કરી લાફો તથા નખ માર્યા હતા. હીના ચીસો પાડતી હોવાથી તેનું ગળું પકડી સાત મિનિટ સુધી દબાવી રાખ્યું  હતું. તેનું હલનચલન બંધ થતાં લાશને ચેઈનવાળી બેગમાં ભરી કીચનમાં વોશ બેઝિન નીચે કબાટમાં મુકી દીધી હતી, તેવી  કબુલાત ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસીસના મકાન નં.102માં ખૂની ખેલને અંજામ આપનાર આરોપી સચીન દિક્ષિતે  પોલીસ સમક્ષ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો