Gandhinagar SSC Borad Result On 21th May 2019 in Gujarat
  • Home
  • Ahmedabad
  • ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી તારીખ

ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી તારીખ

 | 1:04 pm IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર મળી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.

ધોરણ-10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર થનારું છે. બોર્ડના વિદ્યાર્થીઓ 21મેના રોજ સવારથી GSEBની વેબસાઈટ પર જોઈ શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. બોર્ડની જાહેરાત પ્રમાણે, માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે. ગાંધીનગરથી અધિકારીક રીતે શિક્ષણ મંત્રી સવારે 9 વાગ્યે પરિણામની જાહેરાત કરશે.

ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં હતા. જ્યારે સૌથી ઓછા 1,317 પરીક્ષાર્થઈ દિવમાં પરીક્ષા આપી હતી. તેમાં 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી.

તમને જણાવી દઇએ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા માર્ચ 2019માં લેવાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન