Gandhinagar, the capital of Gujarat, was turned into a police camp today, SRPF team at Gandhinagar due to Movement
  • Home
  • Featured
  • ગુજરાતનું પાટનગર ગાંધીનગર આજે પોલીસ છાવણીમાં ફેરવાયું, કંઈક મોટું થવાના એંધાણના પગલે સરકાર એક્શનમાં…

ગુજરાતનું પાટનગર ગાંધીનગર આજે પોલીસ છાવણીમાં ફેરવાયું, કંઈક મોટું થવાના એંધાણના પગલે સરકાર એક્શનમાં…

 | 8:56 am IST

રાજ્યનું પાટનગર ગાંધીનગર આજે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની આંદોલનની ચીમકીને લઈને ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયામાં ગત બે દિવસ પહેલા સરકારી ભરતીઓ અંગે આંદોલનની ચીમકીના મેસેજ વાયરલ થયા હતા. જેના લીધે આજે ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

પરંતુ હાલ એક મોટા સમાચાર તેવા મળી રહ્યા છે કે પોલીસ આંદોલનકારીઓને અને ઉમેદવારો પોતાના વિસ્તારમાંથી ન નિકળી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લાના પોલીસ અધિકારીઓએ બાંહેધરી લીધી છે. ગાંધીનગરમાં પોલીસ ઉપરાંત વધારાની પોલીસ પણ ખડકી દેવામાં આવી છે. અગાઉ 6 જુલાઈએ ગાંધીનગરમાં આંદોલનના મેસેજ વાયરલ થયા હતા. ત્યારે આંદોલન કોઈ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેના માટે સરકારે આગમચેતી તૈયારીઓ કરી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સોશિયલ મીડિયા પર અલગ-અલગ સરકારી ભરતી મુદ્દે આંદોલનને લઈ મેસેજો વાયરલ થયા હતા. જેના પછી હવે સરકારી ભરતી મુદ્દે આંદોલનને લઈ સરકાર હરકતમાં આવી હતી. જેના કારણે આજે ગાંધીનગર જિલ્લમાં SRPFની એક ટીમ ફાળવાઈ છે અને પોલીસનો પણ ખડકલો કરી દેવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી સરકારી ભરતીને લઈ વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર અટવાયેલી અલગ-અલગ સરકારી ભરતી પૂર્ણ કરવા આંદોલનના મેસજ વાયરલ થયા હતા. આ મેસેજમાં ગાંધીનગર ખાતે 6 જુલાઈએ શિક્ષિત બેરોજગારોના આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. તેથી સોશિયલ મીડિયામાં સરકારી ભરતીઓનો મુદ્દો ગરમાતા અને આંદોલનની ચીમકીના ભાગેરૂપે સરકાર હરકતમાં આવી છે.

માહિતી મુજબ સરકાર દ્વારા ગાંધીનગર જીલ્લામાં એસઆરપીએફની એક ટીમ ફાળવાઈ છે. તે માટે સત્યાગ્રહ છાવણી ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જ્યારે ડીજીપી કચેરીથી આદેશ પણ કરાયા છે. જો કે, અલગ-અલગ ભરતીના મુખ્ય આંદોલનકારીઓએ આંદોલનને સમર્થન આપ્યું નથી એવું કહેવામાં આવી રહ્યું છે.

CM નિવાસ સ્થાને પણ મળી હતી મહત્વપૂર્ણ બેઠક

છેલ્લા ઘણા સમયથી અટકેલી સરકારી ભરતીને લઈ હવે સરકાર એક્શનમાં આવી છે. આ અંગે CM નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ભરતી બોર્ડના ચેરમેન અને મુખ્ય લોકો હાજર રહ્યા. એવી માહિતી છે કે પરીક્ષા બાદ નિમણૂક બાકી અંગે કાર્યવાહી થઈ શકે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન, નિમણૂંક જેવા બાકી કામ પૂરા કરવા અંગે ચર્ચા થઈ. ઉપરાંત, અન્ય ભરતીના વેઈટિંગ લિસ્ટ અંગે પણ ચર્ચા થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન