Do darshan of Ganpati at different places in India from Mumbai to Coimbtore
  • Home
  • Astrology
  • ગણેશ ચતુર્થીઃ કરો બાપ્પાના અવનવા રૂપના દર્શન

ગણેશ ચતુર્થીઃ કરો બાપ્પાના અવનવા રૂપના દર્શન

 | 2:22 pm IST

દેશભરમાં ગણેશ ઉત્સવ અને ગણેશ ચતુર્થીની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે આજે કરો દાદાના વિવિધ સ્વરૂપના દર્શન, કેવા શણાગારાયા છે બાપ્પા વિવિધ સ્વરૂપે.

1. પ્રથમ તસ્વીર લાલ બાગ ચા રાજાની છે. જ્યાં ભારે ભક્તિભાવપૂર્વ બાપ્પાની પૂજા આરતી થઈ રહી છે. તેને નિહાળવા મસમોટી મેદની એકઠી થઈ ગઈ છે.

2. તેલંગાણા માંથી બાપ્પાના પ્રસાદ માટે 600 કિલોનો મસમોટો લાડુ પ્રસાદમાં બનાવીને હૈદરાબાદ મોકલવામાં આવ્યો હતો.

3. મુંબઈમાં  સિદ્ધિ વિનાયકની આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવો

4. મુંબઈના વડાલામાં પંડાલમાં ગણપતિ વિશેષ રીતે શોભાયમાન થઈ રહ્યાં છે.

5. તો સિંદૂરવર્ણા ગણપતિ નાગપુરના ટેકડી ખાતે, તેમની થઈ રહી છે આરતી

6. કોઈમ્બતૂરમાં વિનયાગાર ગણપતિની શોભા કઈંક અનેરી જ જોવા મળી હતી.

7. તો દગડુશેઠ હલવાઈના ગણપતિનો નજારો પણ બહું જ સુંદર જોવા મળ્યો હતો.