ગણેશચતુર્થી પર આ ખાસ સુતરનો દોરો તમારી કરશે તમામ મનોકામના પૂર્ણ, ધન-વૈભવ વધશે - Sandesh
  • Home
  • Astrology
  • ગણેશચતુર્થી પર આ ખાસ સુતરનો દોરો તમારી કરશે તમામ મનોકામના પૂર્ણ, ધન-વૈભવ વધશે

ગણેશચતુર્થી પર આ ખાસ સુતરનો દોરો તમારી કરશે તમામ મનોકામના પૂર્ણ, ધન-વૈભવ વધશે

 | 10:42 am IST

ગણેશોત્સવની દેશભરમાં ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. 25મી ઑગસ્ટના રોજ આવી રહેલ વિઘ્નહર્તા ગણેશજીના જન્મદિવસની ઉજવણી માટે ભાવિભકતો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. પૂજા અને આસ્થાના આ તહેવારમાં દરેક લોકો સટીક વિધિ કરવા માંગતા હોય છે જેથી કરીને ગજાનની કૃપા મેળવી શકાય. તો આવો અમે તમને ગણેશ ચતુર્થી પર કરવા જેટલાં ઉપાયો અંગે જણાવીએ

– ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી શુદ્ધ થઇને સ્વચ્છ કપડાં પહેરો. આજના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા અતિ શુભ મનાય છે.
– ગણપતિનું પૂજન શુદ્ધ આસન પર બેસીને તમારું મોં પૂર્વ તથા ઉત્તર દિશાની તરફ રાખો
– પંચામૃતથી શ્રી ગણેશને સ્નાન કરાવો તપશ્ચાત કેસરિયા ચંદન, અશ્રત, દુર્વા અર્તિ કરીને કપૂર પ્રગટાવી તેની પૂજા અને આરતી કરો. તેમને મોદકના લાડુ અર્પિત કરો. તેમને લાલ રંગના ફૂલો ખૂબ જ પ્રિય છે
– શ્રી ગણેશજીનું શ્રી સ્વરૂપ ઇસાન ખૂણામાં સ્થાપિત કરો અને તેમનું મુખ પશ્ચિમની તરફ રાખો
– હવે એક સૂતરનો કાચો દોરો લો. તેના પર સાત ગાંઠ વાળીને બાપાના ચરણોમાં મૂકી દો. વિસર્જન પહેલાં આ કાચા સુતરના દોરાને તમારા પર્સમાં મૂકી દો. આ ઉપાયથી ધન, સંપત્તિ, સુખ, સમૃદ્ધિ, સફળતા, વૈભવ, સંપન્નતા, સૌભાગ્ય, ઐશ્વર્ય, અને યશ-કીર્તિ દરેક સમયે તમારી સાથે રહેશે. વિષમ પરિસ્થિતિમાં આ દોરો તમારું રક્ષા કવચ બનશે.