આર્થિક તંગીથી થઈ જશો મુક્ત એવો છે ગણેશ ચતુર્થી પર કરવાનો આ ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • આર્થિક તંગીથી થઈ જશો મુક્ત એવો છે ગણેશ ચતુર્થી પર કરવાનો આ ઉપાય

આર્થિક તંગીથી થઈ જશો મુક્ત એવો છે ગણેશ ચતુર્થી પર કરવાનો આ ઉપાય

 | 5:12 pm IST

ગણેશજીને વિધ્નહર્તા કહેવાય છે. પ્રથમ પૂજ્ય ગણેશ પોતાના ભક્તોની ચિંતાઓને હરી લે છે. અથાગ મહેનત કરવા છતાં પણ આર્થિક તંગી દૂર ન થતી હોય તો આવતી કાલે અરજ કરો વિધ્નહર્તાને અને તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આવતી કાલે આ ઉપાય કરવાથી શ્રીગણેશ સાથે માતા દુર્ગાની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની સમસ્યાઓમાંથી છૂટકારો મળી જાય છે. કળયુગમાં માતા દુર્ગા અને ગણેશજી ઝડપથી સિદ્ધિ પ્રદાન કરે છે. તેમની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે.

– ગણેશજીની પૂજા પછી ગરીબને ઘરમાં બેસાડી અને આદર સાથે ભોજન કરાવો અને યથાશક્તિ દાન આપો.
– ગણેશોત્સવના દિવસો દરમિયાન રોજ સવારે સ્નાનાદિ કર્મથી નિવૃત થઈ અને તેમને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ ચડાવવો.
– સવારે વહેલા ઊઠી અને મંદિરમાં જવું અને દુર્વાની 11 ગાંઠ ચડાવી અને ગણેશજીના મંત્રનો જાપ કરવો.
– ગણેશજીનો સિંદૂરથી શ્રૃંગાર કરવો અને તેમને જનોઈ ચડાવવી.
– ગણેશ, સૂર્યદેવ, માતા દુર્ગા, ભોળાનાથ અને ભગવાન વિષ્ણુને પંચદેવ કહેવાય છે. જેમની પૂજા અવશ્ય કરવી,
– પૂજામાં ગણેશજીને લાલ રંગ, ભગવાન વિષ્ણુને પીળા અને માતા દુર્ગા, સૂર્યદેવ, ભોળાનાથને સફેદ વસ્ત્રો ચડાવવા.
– કોઈ કાર્યમાં બાધા આવતી હોય તો 7 નાળિયેરની માળા બનાવી અને શ્રીગણેશને અર્પણ કરવી.
– પ્રતિદિન ગણેશજી સમક્ષ શુદ્ધ ઘીનો દિવો કરવો અને ગણેશ મંત્રનો 108 વાર જાપ કરવો.