Ganesh Festival 2021 Special Recipe Make Basundi To Offer Bappa
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગણેશ ઉત્સવ સ્પેશિયલ રેસિપી: બાપ્પાને ભોગ ધરાવવા માટે બનાવો બાસુંદી, જાણી લો રેસિપી

ગણેશ ઉત્સવ સ્પેશિયલ રેસિપી: બાપ્પાને ભોગ ધરાવવા માટે બનાવો બાસુંદી, જાણી લો રેસિપી

 | 11:54 am IST
  • Share

ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, અને ભક્તો બાપ્પાને ખુશ કરવા માટે રોજ તેમની પસંદના જુદા-જુદા ભોગ લગાવે છે. મીઠાઈથી લઈને બીજી વાનગીઓ સુધી, દરેક વ્યક્તિ બાપ્પા માટે વિવિધ પ્રકારના ભોગ બનાવી રહ્યા છે. અત્યાર સુધીમાં પ્રસાદમાં તમે મોદક, લાડુ અને હલવો ધરાવ્યો હશે. તો હવે બાપ્પાને ખુશ કરવા માટે સ્વાદિષ્ટ બાસુંદી બનાવો. બનાવવામાં ખૂબ જ સરળ એવી બાસુંદીની રેસિપી જાણી લો.

સામગ્રી –

  • 1 લિટર ફુલ ફેટ દૂધ
  • 1/2 કપ ખાંડ
  • 1/2 ચમચી એલચી પાવડર
  • 2 ચમચી કાપેલી બદામ
  • 2 ચમચી કાપેલા કાજુ
  • 2 ચમચી છીણેલી બદામ
  • 2 ચમચી છીણેલા પિસ્તા
  • કેસર

રીત –

બાસુંદી બનાવવા માટે સૌથી પહેલા એક નોન સ્ટીક પેનમાં અડધો કપ પાણી 3-4 મિનિટ માટે ઉકાળો. હવે પેનમાં દૂધ ઉમેરો અને ફૂલ ગેસ કરીને ઉકળે ત્યાં સુધી પકાવો. તેને સતત હલાવતા રહો. દૂધ ઘટ્ટ લાગે ત્યાં સુધી પકાવો. હવે તેમાં ખાંડ ઉમેરો અને ધીમા ગેસે 10 થી 12 મિનિટ સુધી પકાવો. હવે તેમાં ઈલાયચી અને કેસર ઉમેરો. પછી તેમાં કાજુ અને બદામ નાખી દો. તેને એક બાઉલમાં કાઢી લો અને ઠંડી થવા દો. ઠંડી થયા બાદ તેને બદામ, પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરી સર્વ કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન