Do Ganesh Pujan in a proper way, Bappa will give blessing much
  • Home
  • Astrology
  • ગણેશજીનું ભક્તિભાવથી આવી રીતે કરેલું પૂજન તારી દેશે જન્મ

ગણેશજીનું ભક્તિભાવથી આવી રીતે કરેલું પૂજન તારી દેશે જન્મ

 | 10:02 pm IST

અષ્ટસિદ્ધિ નવવ નિધિના દાયક, રિદ્ધિ- સિદ્ધિના સ્વામી  ગણપતિ સુખ-સમૃદ્ધિ, યશ-ઐશ્વર્ય, વૈભવ આપનારા તેમજ ઋણહર્તા દેવ છે. શિવપુરાણ અનુસાર ગણેશજીનો અવતાર ભાદરવા માસની સુદ ચોથના દિવસે થયો હતો. તેઓ પ્રથમ પૂજનિય દેવ છે. તેમના જન્મોત્સવ એટલે કે ગણેશ ચતુર્થીને દેશભરમાં ભારે ધામધૂમથી મનાવામાં આવે છે. તો જાણી લો કે કેવી રીતે કરવાની હોય છે વિધ્નહર્તા દેવની પૂજા.

ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઊઠી અને ઘરની સાફ સફાઈ કરી લેવી. ત્યારબાદ ગણેશ સ્થાપના અને પૂજનના મૂહુર્ત અનુસાર સ્નાનાદિ કર્મથી નિવૃત થઈ અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા અને ઉત્તર દિશામાં ગણેશજીની સ્થાપના કરવી. ત્યારપછી મૂર્તિ પર સિંદૂર લગાવવું અને નીચે દર્શાવ્યાનુસાર ષૌડશોપચાર વિધિથી ગણેશજીનું પૂજન કરવું.

– સૌથી પહેલા દિવો પ્રગટાવવો.
– ગણપતિજીને જળ ચડાવી અને આચમન કરવું.
– મૂર્તિ પર જળનો છંટકાવ કરવો.
– ભગવાનને ફુલનું આસન અર્પણ કરવું.
– પૂજા માટે સંકલ્પ કરવો અને ગણેશજીનું ધ્યાન ધરવું
– ચોખા ચડાવી મૂર્તિનું પ્રતિષ્ઠાપન કરવું અને દુર્વાથી જળનો છંટકાવ કરવો.
– ભગવાનને વસ્ત્ર અને જનોઈ ચડાવવી.
– ફુલ ચડાવી અને સુગંધિત ધૂપ કરવો.
— ગણપતિજીને દૂર્વા ચડાવવી

— શ્રદ્ધા અનુસાર ‘ૐ ગં ગણપતયે નમ:’ મંત્રની માળા કરવી.
— ગણપતિના બાર નામોનું પઠન કરવું.
— ગણેશ સ્તોત્ર કરવું
— ગણપતિ અથર્વશિર્ષનો પાઠ કરવો.

– મોદકનો પ્રસાદ ધરાવી અને ગણેશજીની આરતી કરવી.
– અંતે ગણેશજી સમક્ષ હાથ જોડી ભુલ-ચુક માટે ક્ષમા-યાચના કરવી.