Ganesh chaturthi on 13th September, know about muhurt
  • Home
  • Astrology
  • 13મી સપ્ટેમ્બરે શરૂ થશે ગણેશ ઉત્સવ, જાણો પૂજાના શુભ મુહૂર્ત

13મી સપ્ટેમ્બરે શરૂ થશે ગણેશ ઉત્સવ, જાણો પૂજાના શુભ મુહૂર્ત

 | 9:36 pm IST

સામાન્ય રીતે ભાદરવા સુદ ચોથને ગણેશ ચોથ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશનું પૂજન તમામ દેવતાઓથી પહેલાં કરવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ મધ્યકાળમાં થયો હતો. આ દિવસે દર વર્ષે ગણેશ ચતુર્થી 13મી સપ્ટેમ્બરે આવે છે. કહેવાય છે કે ભગવાન ગણેશનો જન્મ મધ્યકાળમાં થયો હતો. તે પછી દરવર્ષે ગણેશ ચતુર્થીના રૂપે ઉજવણી કરવામાં આવે છે. જો તમે ઘરે ગણપતિ લાવતા હોય કે પંડાલમાં ગણપતિની સ્થાપના કરી ગણેશોત્સવ ઉજવતા હોય તો સારા મુહૂર્તમાં તેની સ્થાપના કરો.

ભગવાન ગણેશ વિધ્નહર્તા અને દુઃખ હર્તા છે. પણ જો તમે અમંગળ થતું અનુભવતા હોય તો તે માટે ગણેશ પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા છે. ભગવાન ગણેશની ઉપાસનાથી જ્યાં કાર્યોમાં સફળતા મળે છે, અવરોધ દૂર થાય છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. અર્થાત સર્વ પ્રકારે મંગળ થાય છે.

આ વર્ષે 13મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર સુધી ચાલશે ગણેશોત્સવ
આ વર્ષે ગણેશ ઉત્સવ 13 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે સારા સંયોગમાં ગણેશચતુર્થી આવી રહી છે. ગણેશ ચોથના દિવસે સવારે સાધકે ઉપવાસ કરવો જોઈએ. પછી ગણપતિની સ્થાપના કરી તેની પર સિંદૂર ચઢાવીને વિધિવિધાન પૂર્વક પ્રાર્થના કરવી જોઈએ.

ગણેશ ચતુર્થી : પૂજાના શુભ મુહૂર્ત
13 સપ્ટેમ્બર મધ્યાહ્ન ગણેશ પૂજાનો સમયઃ સવારના 11.03 વાગ્યાથી 13.30 વાગ્યા સુધી
સમયગાળો 2 કલાકને 27 મિનિટ

ગણેશચોથની રાતે ચંદ્રમાને ન  જોવા, નહિં તો કોઈને આળ માથા પર આવે છે.

આ વર્ષે ચોથ 12 સપ્ટેમ્બરના રોજ સાંજના 4.07 મિનિટથી શરૂ થાય છે અને 13 સપ્ટેમ્બરના રોજ બપોરના 2.51 મિનિટે પૂરી થાય છે.