રાજકોટ: આ 5 સ્થળ પર કરી શકાશે ગણેશ વિસર્જન, કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું - Sandesh
  • Home
  • Rajkot
  • રાજકોટ: આ 5 સ્થળ પર કરી શકાશે ગણેશ વિસર્જન, કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટ: આ 5 સ્થળ પર કરી શકાશે ગણેશ વિસર્જન, કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

 | 11:52 am IST

રાજકોટમાં ધામધૂમથી ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જન કરવાનું થાય તો તે માટેની વ્યવસ્થા રાજકોટના પોલીસ કમિશ્નરે ગોઠવી દીધી છે. રાજકોટમાં પાંચ જગ્યાએ જ ગણપતિ વિસર્જન કરી શકાશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તદઉપરાંત ગણપતિ વિસર્જન સમયે સરઘસ કાઢવું હશે તો તેના માટે અગાઉથી મંજૂરી લેવી પડશે, મંજૂરી વગર કોઇ સરઘસ કાઢી શકશે નહીં.

રાજકોટના આજીડેમ પાસે આવેલ ખાણ, આજીડેમ પાસે ઓવરફલો ખાણ, પાળ ગામ પાસે આવેલ જાખરીયા પીરની દરગાહ પાસે (મવડી ગામથી આગળ), જામનગર રોડ પર આવેલ હનુમાન ધારા મંદિરની બાજુમાં અને કલવાડ રોડ પર વાગુડળ પાટિયા પાસે વાગુદળીયો વોકરો પર ગણેશ વિસર્જન કરી શકાશે. આ પાંચ સ્થળ સિવાય કોઇપણ જગ્યાએ ગણપતિ વિસર્જન કરી શકાશે નહીં.

રાજકોટ શહેરમાં 10000થી 12000 ઘરોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ગણપતિ મહોત્સવનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને છેલ્લાં સાત વર્ષથી તેમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજકોટમાં 100 જેટલા મોટા પંડાલ છે. શેરી- મહોલ્લામાં સ્થપાતા ગણપતિની સંખ્યા તેના કરતા ક્યાંય વધુ છે. પરંતુ ઘરોમાં સ્થપાતી મંગલમૂર્તિની નાની નાની મૂર્તિઓની સંખ્યા સૌથી વધારે છે. ઘર-આંગણે મોટા ભાગે અડધો ફુટથી ત્રણ ફુટની મૂર્તિ સ્થાપવામાં આવે છે. તેમાં પુનાના દગડુ શેઠ તથા મુંબઈના લાલ બાગ કા રાજા અને સિદ્ધિ વિનાયકની મૂર્તિ હોટ ફેવરીટ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન