અજમાવી જુઓ આ 5 ચમત્કારી ગણેશ મંત્રો, આપે છે તુરંત ફળ - Sandesh
  • Home
  • Astrology
  • અજમાવી જુઓ આ 5 ચમત્કારી ગણેશ મંત્રો, આપે છે તુરંત ફળ

અજમાવી જુઓ આ 5 ચમત્કારી ગણેશ મંત્રો, આપે છે તુરંત ફળ

 | 10:41 am IST

ગણેશજીની આરાધનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે વિધ્નહર્તા ગજાનંદના આ મંત્રો પણ એટલા જ ચમત્કારી છે. આ મંત્રોનો રોજ જાપ કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યા હોય, સંકટ હોય કે પછી ધનનો અભાવ આ તમામનું તુરંત નિવારણ થઈ જાય છે. તેમાં પણ આવતી કાલે છે ગણેશ ચતુર્થીનો પર્વ તો આ મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાની શુભ શરૂઆત તમે કરી શકો છો.

ગણપતિજીનો બીજ મંત્ર ‘ॐ ગં ગણપતયે નમ:’નો જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. તેવી જ રીતે ગણેશજીના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો જાણી લો કયા કયા છે આ મંત્ર

– માણસનો તેના મન પર અને તેની ઈચ્છાઓ પર કાબૂ નથી હોતો, એટલા માટે જ અનેકવિધ કામનાઓથી વ્યક્તિ હંમેશા ઘેરાયેલી રહે છે. આવી જ વિવિધ કામનાઓની પૂર્તિ માટે ઉચ્છિષ્ટ ગણપતિની સાધના કરવી જોઈએ. આ સાધના અક્ષય ભંડાર પ્રદાન કરે છે. તેના માટે નીચે આપેલા મંત્રનો જાપ કરવો.
ॐ હસ્તિ પિશાચિ લિખે સ્વાહા

– આળસ, નિરાશા, ક્લેશ, વિધ્નને દુર કરવા માટે વિધ્નરાજ રૂપની આરાધના કરવી જોઈએ.
ગં ક્ષિપ્રપ્રસાદનાય નમ:

– વિધ્નને દુર કરવા માટે તેમજ ધન અને આત્મબળ વધારવા માટે હેરમ્બ ગણપતિના મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે.
ॐ ગં નમ:

– રોજગાર પ્રાપ્તિ અને આર્થિક વૃદ્ધિની ઈચ્છા હોય તો લક્ષ્મી વિનાયક મંત્રનો જાપ કરવો.
ॐ શ્રીં ગં સૌમ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા

– લગ્નમાં જો નડતર સમસ્યાઓને દુર કરવા માટે ત્રૈલોક્ય મોહન ગણેશ મંત્રનો જાપ કરવાથી શીઘ્ર લાભ થાય છે. તેમજ યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે.
ॐ વક્રતુળ્ડૈક દંષ્ટ્રાય ક્લીં હ્રીં શ્રીં ગં ગણપતે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા

આ મંત્ર ઉપરાંત ગણપતિ ચાલીસા, સંકટમોચન ગણેશ સ્તોત્ર, ગણેશકવચ, સંતાન ગણપતિ સ્તોત્ર, ઋણહર્તા ગણેશ સ્તોત્ર, ગણેશકવચનો પાઠ કરવાથી ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.