Do offer modak to Lord Ganeshji, all wishes comes true
  • Home
  • Astrology
  • ગણેશજીને કેમ પસંદ છે મોદક, જાણો અહિં

ગણેશજીને કેમ પસંદ છે મોદક, જાણો અહિં

 | 8:31 pm IST

ગણપતિને સૌથી પ્રિય મોદક છે. તેનો ભોગ લગાવવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભાગ્યનો ઉદય થાય છે. આમ તો ગણપતિ બાપ્પાને મોદક સિવાય પણ રસગુલ્લા, મોતીચુરના લાડુ અને રસમલાઈ જેવા મિષ્ઠાનો પણ પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. પણ તેમને સૌથી પ્રિય મોદક છે. ચાલો જાણીએ કેમ તેમની પહેલી પસંદ છે મોદક

મોદક
એક વારની વાત છે જ્યારે ગણેશજી પરશુરામ સાથે યુદ્ધ કરી રહ્યાં હતા ત્યારે તેમનો એક દાંત તૂટી ગયો હતો. જે પછી કંઈ પણ ખાવામાં મુશ્કેલી થવા લાગી. ત્યારે તેમને માટે મોદક તૈયાર કરવામાં આવ્યા જેથી તે આરામથી બેસીને ખાઈ શકે. ખાઈને પછી તેના આસ્વાદને માણી શકે. ગણપતિને આ આરોગીને મજા પ઼ડી ગઈ. બસ ત્યારથી જ મોદક તેમની પહેલી પસંદ બની ગયા.

શાસ્ત્રો અનુસાર ગણપતિને હમેંશા ખુશ રહેનારા દેવતા માનવામાં આવે છે. તે ગળ્યું ખાઈને હમેંશા મીઠાંમીઠાં રહે છે. ખુશ રહે છે.

મોદક હોય છે અંદરથી નરમ
મોદક બહારથી કઠણ અને અંદરથી નરમ હોય છે. તે મીઠાંસ ધરાવતા હોય છે. તેવી જ રીતે ઘરની મુખ્ય વ્યક્તિ બહારથી કઠોર અને અંદરથી નરમ હોય છે. ઘરના નીતિ – નિયમોનું પાલન કરવાથી હમેંશા સુખશાંતિ રહે છે.

મોદકનો લાભ
ભક્તો ગણપતિને મોદકનો ભોગ લગાવે છે તેને જીવનની દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.