ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસનું જાગરૂકતા અભિયાન - Sandesh
  • Home
  • Mumbai
  • ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસનું જાગરૂકતા અભિયાન

ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસનું જાગરૂકતા અભિયાન

 | 2:39 am IST

। મુંબઈ ।

ગણેશોત્સવ દરમિયાન બાપ્પાના આગમન પર તેના સ્વાગત માટે નાગરિકો જ નહીં, મુંબઈ પોલીસ પણ સજ્જ થઇ ગઇ છે. મંડળ પદાધિકારીઓ તેમ જ મંડળના આયોજનકર્તાઓની પોલીસ અધિકારીઓ સાથે બેઠકો લેવામાં આવી રહી છે. તેઓને એક મંચ પર બોલાવીને સુરક્ષા વ્યવસ્થાને કડક રાખવાની તેમ જ સુરક્ષા ગાઇડ લાઇનનું કડક રીતે પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

નોર્થ રિજનમાં એડિશનલ કમિશનર રાજેશ પ્રધાનના માર્ગદર્શનમાં ઝોન-૧૨ના ડીસીપી .ડો. વિનય રાઠોડે કુરાર અને સમતા નગર પોલીસ સ્ટેશન ઉપરાંત અન્ય પોલીસ સ્ટેશનો હેઠળ આવતાં ગણપતિ આયોજન સમિતિના પદાધિકારીઓની સાથે જાગરૂક મુંબઈ, એલર્ટ મુંબઈ અભિયાનમાં હિસ્સો લઇને સુરક્ષાવ્યવસ્થાને કડક બનાવવાની અપીલ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસના જાગરૂકતા અભિયાન હેઠળ જે ગણપતિ ઉત્સવ મંડળ કે પછી પંડાલ સંરક્ષક સુરક્ષા ગાઇડ લાઇનનું પાલન નહીં કરે, તેઓની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અભિયાન દરમિયાન ડીસીપી રાઠોડે લોકોને સુરક્ષિત તેમ જ જાગરૂક રહેવાની અપીલ કરી હતી. મોટા સ્ક્રીન પર વિડિયોના માધ્યમથી મુંબઈમાં ઘટેલી ઘટનાઓની યાદ અપાવતા લોકોને જાગરૂક કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

;