gang rape incident in vapi at gujarat
  • Home
  • Gujarat
  • વાપી: બજારમાં જઇ રહેલ 13 વર્ષની સગીરાને રૂમમાં ખેચી લઇ નરાધમોએ પીંખી નાખી

વાપી: બજારમાં જઇ રહેલ 13 વર્ષની સગીરાને રૂમમાં ખેચી લઇ નરાધમોએ પીંખી નાખી

 | 8:30 pm IST

વાપીમાં ગેંગરેપની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ફરી એક વાર ગુજરાત સર્મશાર થયું છે. વાપીના છિરી વિસ્તારમાં એક સગીરા સાથે 2થી વધુ નરાધમોએ એક એપાર્ટમેન્ટના રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી પાડ્યો છે.

વાપીના છિરી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રૂમમાં લઇ જઇ પરપ્રાંતીય યુવકોએ એક 13 વર્ષની સગીરાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. સગીરા બજારમાં જઇ રહી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી.

આ બાબતે સગીરા અને તેના પરિવારે વાપીના ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાનું મેડિકલ કરાવીને દુષ્કર્મ ફરિયાદ નોંધી પોષકોની પણ કલમ લગાવી છે. પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી છે.

તેમજ અન્ય યુવકોની શોધખોળ ચાલુ કરી છે. સમગ્ર ઘટના બની તે પહેલા આ નરાધમો સગીરાને ધમકાવતા અને તેની છેડતી કરતા હતા. આ નરાધમોના સીસીટીવી ફૂટેજ પણ વાપી વિસ્તારમાં વાઇરલ થયા છે.

આ સમગ્ર ઘટના અંગે ડુંગરા પોલીસ કડકાઈથી તપાસ કરી રહી છે. વાપીમાં હવે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસએ નકસલીને પણ વાપીથી ઝડપયો હતો.

ત્યારે ફરી એક વાર ગેંગરેપની ઘટનાએ વાપીને સર્મશાર કર્યું છે. અને હાલ ડુંગરા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે તો બીજા આરોપીને શોધવા 3થી વધુ ટીમો બનાવી છે.