firing on surat platform no 1 a young injured at gujarat
  • Home
  • Gujarat
  • સુરતમાં ગેંગવોર, રેલવે સ્ટેશન પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરનારે કર્યું સરેન્ડર

સુરતમાં ગેંગવોર, રેલવે સ્ટેશન પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરનારે કર્યું સરેન્ડર

 | 10:39 pm IST

સુરત રેલવે સ્ટેશન પર ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી સરફરાઝે રેલવે પોલીસમાં સરેન્ડર કર્યું છે. ગઇકાલે ગેંગવોરમાં રેલવે સ્ટેશન પર ફાયરિંગ થયુ હતુ.આરોપી સરફરાઝ હાસિમ સિદ્દીક ગેંગનો સાગરિત છે. ફાયરિંગમાં એક ટપોરીને પેટ, હાથના ભાગે ઈજા થઇ હતી. ઈજાગ્રસ્ત યુસુફ મંમુમિયા ગેંગનો જ સાગરિત છે.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત રેલવે સ્ટેશન પર ફાયરિંગનો બનાવ બન્યો હતો. પ્લેટફોર્મ નંબર – 1 પર 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. લીંબાયતના હાશિમ સિડીકી ગેંગના ટાઇગર નામના શખ્સે ફાયરિંગ કર્યું હતુ. ઘટના સ્થળેથી 4 જીવતા કારતૂસ પણ પોલીસે કબ્જે કર્યા હતા. ઈજાગ્રસ્તને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ઉલ્લેખનિય છે કે સુરતના પ્લેટફોર્મ નંબર એક પર ટાઈગર નામના યુવકે મોહમ્મદ યુનુસ નામના યુવક પર ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ. મોહમ્મદ યુનુસ લીંબાયતનો રહેવાશી હોવાની વાત સામે આવી છે. મોહમ્મદ યુસુફને હાથમાં ગોળી વાગતા તે ઘાયલ થયો હતો. તેને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં ગેંગવોર, રેલવે સ્ટેશન પર ચાર રાઉન્ડ ફાયરિંગમાં એક ઘાયલ

ફાયરિંગ કરનાર શખ્સનું નામ સરફરાઝ ઉર્ફે ટાઇગર છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ટાઇગર અને ઘાયલ વ્યક્તિ યુસુફ બંને સુરતના લિંબાયત વિસ્તારમાં રહે છે. બંને વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને એક જ ટ્રેનમાં આવ્યા હતા. જો કે હાલ સમગ્ર ઘટના અંગે રેલવે પોલીસ અને શહેર પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી છે.