Astrology After 75 years ganga dussehra pooja special
  • Home
  • Astrology
  • આજે ગંગા દશેરા, 75 વર્ષ પછી શુભ મહોત્સવ પર બની રહ્યો છે ‘દિવ્ય યોગ’

આજે ગંગા દશેરા, 75 વર્ષ પછી શુભ મહોત્સવ પર બની રહ્યો છે ‘દિવ્ય યોગ’

 | 10:53 am IST

ગંગા ભારતમાં વહેતી ખુબજ પવિત્ર નદી છે. ગંગા નદી ઉત્તરાખંડની ગંગોત્રીથી નિકળે છે. ભારતના કેટલાક મહત્વપૂર્ણ સ્થાનો પરથી પસાર થાય છે. હિન્દુ ધર્મમાં તો આ નદીને માતા કહેવામાં આવે છે અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ગંગા નદીનું જળ પુણ્ય આપે છે અને પાપોનો નાશ કરે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે ગંગા નદી ધરતી પર અવતરિત થયા હોવાથી આ દિવસને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે જેઠ મહિનાની દસમી તિથિએ ગંગા દશેરા તરીકે ઉજવાય છે.

ગંગા સ્નાનનું મહત્વ

ગગા દશેરાનો દિવસ વિશેષ હોવાથી એ દિવસે સ્નાનનું પણ આગવું મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે ડુબકી મારવા માત્રથી બધા પાપો ધોવાઈ જાય છે. રોગગ્રસ્ત વ્યક્તિ આ દિવસે સ્નાન કરે તો એને રોગોથી મુક્તિ મળે છે. જો કોઈક કારણસર તમારું ગંગાસ્નાન શક્ય ના હોય તો ઘરે પાણીમાં ગંગાજળ મિક્સ કરીને તેનાથી સ્નાન કરવું જોઈએ.

ગંગા દશેરાના દિવસે દાનનું મહત્વ

ગંગા દશેરાના દિવસે માતા ગંગાનું વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ ગરીબો અને જરૂરીયાતમંદ લોકોને દાન આપવું જોઇએ. આજના દિવસે કરવામાં આવેલું દાન વિશેષ ફળદાયી હોય છે. આપની ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. આપને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ દિવસે આપ પૈસા ઉપરાંત અનાજ, ફળ અને ખાવા-પીવાની વસ્તુઓ અને આભૂષણ ગરીબોને દાન કરી શકે છે. દાન પૂણ્ય કરવાથી આપનું મનુષ્ય જીવન સાકાર થાય છે.

75 વર્ષ પછી બન્યો ‘દિવ્ય યોગ’

આ વખતે ગંગા દશેરા પર 75 વર્ષ પછી આ 10 દિવ્ય યોગનો સંયોગ બની રહ્યો છે. આ યોગમાં જ્યેષ્ઠ યોગ, ગર કરણ યોગ, આનંદ યોગ, કન્યા રાશિના ચંદ્રમા તેમજ વૃષભ રાશિના સૂર્યની દશામાં મહાયોગ બની રહ્યો છે. જ્યોતિષમા આને દસ યોગ કહેવામાં આવે છે. આ ગંગા દશેરા પર ગંગાજીમાં સ્નાન કરી તમામ પાપોથી છુટકારો મેળવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન