Gangster Vikas Dubey arrested for killing 8 policemen, dead,confirms police
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ધોધમાર વરસાદ, પોલીસ વાન પલટી, પિસ્તોલ છીનવી ભાગ્યો વિકાસ દુબે અને પછી ખેલ ખત્મ

ધોધમાર વરસાદ, પોલીસ વાન પલટી, પિસ્તોલ છીનવી ભાગ્યો વિકાસ દુબે અને પછી ખેલ ખત્મ

 | 8:37 am IST

ઉત્તરપ્રદેશ પોલીસના આઠ જવાનોની બર્બર હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેને ફિલ્મી અંદાજમાં ઠાર કરી દેવાયો. યુપીએ એસટીએફની ગાડી વિકાસને લઇ કાનપુર આવી રહી હતી ત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. સ્પીડ તેજ હતી. પોલીસના મતે બર્રાની નજીક અચાનક રસ્તામાં ગાડી પલટી ગઇ. આ અકસ્માતમાં વિકાસ દુબે અને એક સિપાહીને પણ ઇજા પહોંચી. ત્યારબાદ વિકાસની નજર પોલીસની ચુંગાલમાંથી બચીને ભાગવા પર હતી. આ મોકો જોઇ પોલીસવાળાના હથિયાર છીનવી ભાગવાની કોશિષ કરી. ત્યારબાદ અથડામણ શરૂ થઇ ગઇ. એસટીએફ એ વિકાસને હથિયાર રાખી સરેન્ડર કરવાનું કહ્યું. તેમ છતાંય તે માન્યો નહીં તો પોલીસને મજબૂર થઇ એન્કાઉન્ટર કરવું પડ્યું.

ડૉકટર્સે વિકાસના મોતની પુષ્ટિ કરી

પોલીસનું કહેવું છે કે વિકાસ પિસ્ટોલ છીનવી લીધા બાદ અથડામણ શરૂ થઇ ગઇ. ક્રોસ ફાયરિંગમાં વિકાસ દુબે ઠાર કરી દેવાયો. અથડામણ બાદ વિકાસ દુબેના મૃતદેહને કાનપુરની હેલટ હોસ્પિટલમાં લવાયો જ્યાં ડૉકટર્સે તેને મૃત જાહેર કરી દીધો.

કાનપુર વેસ્ટ એસપી બોલ્યા, વિકાસને સરેન્ડર કરવાનું કહ્યું હતું…

એસપી કાનપુર વેસ્ટનું કહેવું છે કે કાર પલટયા બાદ ઘાયલ પોલીસવાળાની પિસ્તોલ છીનવીને વિકાસે ભાગવાની કોશિષ કરી. પોલીસે તેને સરેન્ડર કરવાનું કહ્યું પરંતુ તેને એક પોલીસકર્મી પર ગોળી ચલાવી દીધી. જવાબી ફાયરિંગમાં તેઓ ઘાયલ થયા. ત્યારબાદ તેને હોસ્પિટલ પહોંચાડ્યો. આ નિવેદન વિકાસને મૃત જાહેર કર્યો તે પહેલાનું છે.

ઉજ્જૈન દર્શન કરવા આવ્યો અને પકડાઇ ગયો

ઉજ્જૈનના મહાકાલ મંદિરથી વિકાસની ધરપકડ કરાઇ તે પણ કંઇ ઓછી રસપ્રદ નહોતી. વિકાસ 250 રૂપિયાની કાયદેસરની પરચી કપાવી દર્શન માટે પહોંચ્યો હતો. એક ગાર્ડને શંકા થઇ તો તેણે પોલીસને જાણ કરી. પોલીસે સાઇડમાં લઇ જઇ પૂછપરચ્છ કકરતાં રાઝ ખૂલી ગયું. જો કે ધરપકડ પહેલાં વિકાસ આરામથી ફોટો ખેંચાવતો દેખાયો. એટલું જ નહીં જ્યારે વિકાસ પકડાયો તો તેને જરાય શરમ નહોતી. ભીડને જોઇ જોશમાં આવીને બૂમો પાડવા લાગ્યો કે હું વિકાસ દુબે છં, કાનપુર વાળો.

વિકાસ દુબે પકડાયો તેના લગભગ 150 કલાક સુધી પોલીસને ચકમો આપતો રહ્યો. આખા યુપીમાં તેની શોધખોળ ચાલી રહી તો તે ભાગીને દિલ્હી પહોંચી ગયો. ત્યાંથી ફરીદાબાદ ગયો. ત્યાંની એક હોટલમાં રોકાયો. સીસીટીવી ફૂટેજમાં તસવીરો પણ આવી. આ દરમ્યાન વિકાસ દુબે પોલીસથી એક કદમ આગળ જ રહ્યો. જાણે તેને પોલીસ મુવમેન્ટની ઇન્ફોર્મેશન સતત મળી રહી હોય. જ્યારે પોલીસે કારસો રચવાનું શરૂ કર્યું તો વિકાસની કોઇ ન્યૂઝ ચેનલમાં સરેન્ડરની વાત ઉડી. બધાને ચકમો આપીને વિકાસ મધ્યપ્રદેશ માટે નીકળી ગયો.

આ વીડિયો પણ જુઓ : ગેંગસ્ટર વિકાસ દુબે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન