Ganguly: Virat Kohli and Selectors Should Decide On MS Dhoni's Future
  • Home
  • Featured
  • આખરે કોહલી પર ઠલવાયો ધોનીના સંન્યાસનો ટોપલો! વાત કહીને પૂર્વ કેપ્ટને બધાને ચોંકાવ્યા

આખરે કોહલી પર ઠલવાયો ધોનીના સંન્યાસનો ટોપલો! વાત કહીને પૂર્વ કેપ્ટને બધાને ચોંકાવ્યા

 | 11:21 am IST

જ્યારથી વર્લ્ડ કપ પૂરો થયો ત્યારથી જ ધોનીના ભવિષ્યને લઈ ચારેબાજુ ચર્ચાએ જોર પકડ્યું છે. ક્રિકેટની દુનિયામાં ધોનીના સંન્યાસ પર ગામ આખું વાત કરી રહ્યું છે પરંતુ ધોની ખુદ તો આ મામલે ચૂપ છે. અટકળોનો દોર પણ એટલી જ ગતિથી ચાલુ છે. બધા પોત પોતાની રીતે નિવેદનો આપી રહ્યા છે.

આ તરફ કેટલાય દિગ્ગજોનું માનવું છે કે ધોનીએ પોતે જ સંન્યાસ વિશે વાત કરીને નિર્ણય લેવો જોઈએ. પરંતુ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની રાય આ મામલે થોડી અલગ છે. તેનું કહેવું એમ છે કે ધોનીના ભવિષ્ય પર વિરાટ કોહલી અને ચયનકર્તાઓએ નિર્ણય લેવો જોઈએ.

ગાંગુલીએ કહ્યું કે તે નથી જાણતા કે ચયનકર્તા આ વિશે શું વિચારે છે કે પછી વિરાટ કોહલી શું વિચારે છે. પરંતુ એ લોકોનું મહત્વ વધારે છે માટે આ વિશે એને જ નિર્ણય લેવો જોઈએ. પહેલો ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ ગયો અને હવે બીજો ટી-20 મેચ 18 સપ્ટેમ્બરે માહોલીમાં રમાવા જઈ રહ્યો છે. પુર્વ ભારતીય કેપ્ટનને પુરો વિશ્વાસ છે કે સાઉથ આફ્રિકા સામે ભારત ટી-20 અને ટેસ્ટ સિરીઝ જીતી જશે.

ગાંગુલીએ આગળ વાત કરી કે ભારતની ટીમ જીતવા માટે હકદાર છે અને તે ઘરમાં રમી રહી છે. માટે તે વધારે ખતરનાક ટીમ છે. ભારતને હરાવવું મુશ્કેલ છે. ગાંગુલીને સાંભળતા લાગે છે કે ધોનીને લઈ બીજા દિગ્ગજો કરતા તેની રાય થોડી અલગ છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી વર્લ્ડ કપમાં હાર મળી છે ત્યારથી એવું માનવામાં આવતું હતું કે ધોની દેશ આવીને સંન્યાસ લઈ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન