Ganguly wants Ravi Shastri to be more 'involved' with NCA
  • Home
  • Sports
  • Cricket
  • આવતાની સાથે જ સક્રિય થયો ગાંગુલી, સચિનને નવી ભૂમિકા ને શાસ્ત્રીની હકાલપટ્ટી!

આવતાની સાથે જ સક્રિય થયો ગાંગુલી, સચિનને નવી ભૂમિકા ને શાસ્ત્રીની હકાલપટ્ટી!

 | 10:39 pm IST

બીસીસીઆઇના નવનિયુક્ત પ્રમુખ સૌરવ ગાંગુલીની ઇચ્છા છે કે, મહાન બેટ્સમેન સચિન તેંડુલકર યુવા ખેલાડીઓને વધારે સારા બનાવવા માટે કાર્ય કરે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ નવી ભૂમિકા અંગે સચિનને રાજી કરવા માટેના પ્રયાસો ચાલુ છે પરંતુ ગાંગુલી ઇચ્છે છે કે, સચિન આગામી સ્ટાર ખેલાડીઓને વધારે સારા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરે.

પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હાલમાં કોઈ નિવેદન કરવું ઘણું વહેલું ગણાશે. જો તમામ બાબતને અંતિમ સ્વરૂપ મળશે તો શુભમન ગિલ, રિષભ પંત તથા પૃથ્વી શૉ જેવા ખેલાડી સચિન જેવા દિગ્ગજો સાથે ગ્રાઉન્ડ ઉપર અમૂલ્ય સમય વિતાવતા જોવા મળશે. ભારતીય ક્રિકેટને ધ્યાનમાં રાખતા ગાંગુલીનો આ માસ્ટર સ્ટ્રોક બની શકે છે.

ગાંગુલીએ બીજી તરફ જણાવ્યું હતું કે, સિનિયર ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ટેલેન્ટ હન્ટમાં મહત્ત્વની ભૂમિકા અદા કરવાનું પણ જણાવાશે. શાસ્ત્રી કોચ છે ત્યાં સુધી તેને એનસીએ સાથે પણ સાંકળી લેવામાં આવશે. એનસીએને એક શાનદાર સેન્ટર ઓફ એક્સિલન્સ પણ બનાવવામાં આવશે.

ભારતીય ક્રિકેટ પાસે રાહુલ દ્રવિડ, પારસ મહામ્બ્રે તથા ભરત અરુણ જેવા કોચ પણ છે. શાસ્ત્રી આગામી બે વર્ષ સુધી ટીમની સાથે છે અને તેણે ભારતીય ટીમને વૈશ્વિક ટૂર્નામેન્ટમાં અંતિમ અંતરાયને પાર નહીં કરી શકવાની નબળાઈને દૂર કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન