know how will be celebration og Ganesh Chaturthi in Gujarat
  • Home
  • Ahmedabad
  • ગણેશ ચતુર્થી અને ગુજરાત, જાણો કેવો જામશે માહોલ

ગણેશ ચતુર્થી અને ગુજરાત, જાણો કેવો જામશે માહોલ

 | 8:03 pm IST

ગુજરાતમાં દિવસેને દિવસે ગણેશજીનું મહત્વ વધતું જાય છે. ખાલી ગુજરાતના મહાનગરની જ વાત કરીએ તો બે લાખથી વધું ગણપતિની મૂર્તિઓનું વેચાણ થાય છે. અનેક લોકો તેમજ ગલીએ ગલીએ હવે ગણપતિ સ્થાપન થવા લાગ્યા છે. જો કે સૌરાષ્ટ્રમાં આ ક્રેઝ ઓછો જોવા મળે છે પણ અહિં ગણેશજીને બદલે હનુમાન જયંતી પર આવી સ્થિતિ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં હનુમાનજીની વિશેષ રીતે સ્થાપના થાય છે. ગલી ગલીએ નાકે નાકે હનુમાનજીની સ્થાપના કે પછી કાયમી મંદિરો જોવા મળે છે. ગણેશ ચતુર્થીની ઉજવણી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વિશેષ રૂપે થાય છે. એકલા સુરતની જવાત કરીએ તો અહિં 25 ફૂટ સુધીની પ્રતિમાનું વેચાણ થઈ રહ્યું છે. નાની મોટી 60,000 પ્રતિમાઓની સ્થાપના ખાલી સુરતમાં કરવામાં આવશે. શહેર અનંત ચૌદશ સુધી ઝગમગતું રહેશે.

ગુજરાતમાં બુધવારની મોડી રાતથી જ ઠેરઠેર શોભાયાત્રા અને શ્રીજીની પધરામણી થતી રહેશે. ભાવિકો ડીજે અને ઢોલ નગારાના તાલે મન મૂકીને ઝુમતા રહેશે અને ગણપતિને ભારે ઉલ્લાસથી તેડીને લાવશે.

તો અનેક લોકો તો આગલે દિવસે એટલે કે ત્રીજના દિવસે જ ગણપતિને તેડતા જોવા મળ્યા હતા.

જો કે આ વખતે માટીની પ્રતિમાનું વેચાણ વધારે થઈ રહ્યું છે કુલ વેચાણના 70 ટકા પ્રતિમા માટીની વેચાઈ હોવાનું પણ જાણવા મળે છે. અનેક સ્થળે ચોક્કસ સાઈઝની પ્રતિમાનો એડવાન્સ ઓર્ડર પણ આપી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

દુંદાળા દેવની શોભાયાત્રા, શણગાર પાછળ ભક્તોનો લખલૂંટ ખર્ચ
છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ગણેશોત્સવની ઉજવણીનો રંગ બદલાયો છે. તેમાં ખાસ કરીને દુંદાળા દેવની શોભાયાત્રા અને શણગાર પાછળ વિશેષ ખર્ચ કરવામાં આવે છે. હજ્જારો- લાખો રૂપિયા આપીને ઢોલ નગારા પાર્ટીને બોલાવવામાં આવે છે. આકર્ષક લાઈટિંગ કરવામાં આવે છે. અનેક જગ્યાએ થીમ બેઝ ડેકોરેશન કરવામાં આવે છે. તેની પાછળ પણ ખાસ્સો મોટો ખર્ચ કરવામાં આવે છે. અનેક જગ્યાએ જાણીતા મોટા મંદિરોનો સેટ ઉભો કરવામાં આવે છે તો અનેક સ્થળે ગણપતિમંડળ દ્વારા ખાસ પ્રકારનું સ્ટેજ બનાવવામાં આવે છે અને તેની પાછળ પણ મોટો ખર્ચ કરવામાં આવે છે.

ખાસ પ્રકારની લાઈટનિંગ કરવામાં આવે છે તેની પાછળ પણ વિશેષ ખર્ચ કરવામાં આવે છે.

ગણપતિની મૂર્તિ આગળ વિશેષ ફૂલોની સજાવટ કરવામાં આવે છે. જેમાં નેચરલ ફૂલોનો પણ વિશેષ ઉપયોગ થાય છે તો કેટલાંક આર્ટીફિશયલ ફૂલોની પણ સજાવટ કરે છે. ફૂલો વેચનારને ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે.

ગણપતિના પ્રસાદ પાછળ પણ મોટો ખર્ચ કરવામાં આવે છે. મીઠાઈઓના ભાવ લગભગ ડબલ જેવા કે તેથી પણ વધારે જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં ગણપતિના પ્રસાદ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. આમ હવે ગણપતિનું સ્થાપન પણ ગુજરાતમાં સ્ટેટ્સ સિમ્બોલ બનતું જાય છે.